ઓકે જાનુમાં જોવા મળશે આદિત્ય-શ્રદ્ધાની સ્વીટ કેમેસ્ટ્રિ
ફરી છવાશે આદિત્ય-શ્રદ્ધાની આશિકીનો જાદુ. તેમની નવી ફિલ્મ ઓકે જાનુનું ટ્રેલર આજે લોન્ચ થયું છે ત્યારે જાણો આ ફિલ્મ અંગેની રસપ્રદ વાતો.
શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની જોડીને ચમકાવતી ફિલ્મ 'ઓકે જાનુ'નું આજે ટ્રેલર રિલિઝ ચૂક્યું છે. 'આશિકી 2'માં આદિત્ય અને શ્રદ્ધાની જોડી લોકોને ખૂબ ગમી હતી અને ત્યારથી જ આ બંન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે. આથી લોકોમાં આ ફિલ્મ પ્રત્યે મીઠી જિજ્ઞાસા જન્મી છે.
વળી હાલમાં જ આવેલી લવસ્ટોરી 'બેફિકરે' લોકોને ખાસ ગમી નથી. આદિત્ય અને શ્રદ્ધાની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રિ લાજવાબ છે, એવામાં લવસ્ટોરીના ચાહકોમાં આ ફિલ્મ માટે આશા જાગે એ સ્વભાવિક છે. આ ફિલ્મના ડિરેક્ટ શાદ અલી છે અને ફિલ્મ 13 જાન્યૂઆરી, 2017ના રોજ રિલિઝ થવાની છે.

આદિત્ય અને શ્રદ્ધાની સ્વીટ કેમેસ્ટ્રિ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી હોટ ફેવરિટ છે, તેમની ફિલ્મ 'આશિકી 2' સુપરહિટ રહી હતી અને એમાં તેમની કેમેસ્ટ્રિ અંગે કહેવાની કોઇ જરૂર નથી. આ ફિલ્મના ટ્રેલરમાં પણ બંન્નેની સ્વીટ કેમેસ્ટ્રિ જોવા મળે છે. આદિત્ય અને શ્રદ્ધા બંન્નેને 'આશિકી 2' થકી જ બોલિવૂડમાં ખરી ઓળખ મળી હતી. આ પહેલાંની શ્રદ્ધાની ફિલ્મો 'તીન પત્તી' અને 'લવ કા ધી એન્ડ' એ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી, તો આદિત્યએ આ પહેલાં 'એક્શન રિપ્લે', 'લંડન ડ્રીમ્સ' અને 'ગુઝારિશ'માં નાના-નાના રોલ કર્યા હતા.

કન્ટેમ્પરરી લવસ્ટોરી
'ઓકે જાનુ'નું ટ્રેલર જોઇને તમને દિપીકા-સૈફની ફિલ્મ 'લવ આજ કલ' યાદ આવી જશે. 'લવ આજ કલ'માં દિપીકા અને સૈફ પોતાના કરિયરને વધુ મહત્વ આપી, એકબીજાથી છૂટા થવાનો નિર્ણય લે છે. એવુ જ કઇંક આ ફિલ્મના ટ્રેલરમાં પણ જોવા મળી રહ્યું છે. તારા(શ્રદ્ધા કપૂર) અને આદિ(આદિત્ય રોય કપૂર)ને લગ્ન નથી કરવા, માત્ર એકબીજાની સાથે રહેવું છે. 'બેફિકરે'માં પણ કઇંક આવો જ બિન્દાસ રિલેશનશિપનો કોન્સેપ્ટ હતો, જો કે ટ્રેલરને જોતા લાગે છે કે આ ફિલ્મમાં રિલેશનશિપને પ્રમાણમાં વધુ સેન્સિબલ રીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ મણિરત્નમની સુપરહિટ તમિલ ફિલ્મ 'ઓકે કન્માની'ની રિમેક છે.

ઓકે જાનુ
'ઓકે જાનુ' એ તારા અને આદિની લવસ્ટોરી છે. તારા(શ્રદ્ધા કપૂર)ને આર્કિટેક્ચર ભણવા પેરિસ જવું છે, તો આદિ(આદિત્ય રોય કપૂર)ને યુએસ જવું છે, માર્ક ઝુકેરબર્ગને કોમ્પિટિશન આપવા. તેમના આ સપના પૂરા થાય ત્યાં સુધી તેઓ મુંબઇમાં એકબીજાની સાથે રહેવા માંગે છે. એકદમ સમજી-વિચારીને લીધેલા આ નિર્ણય પર જ્યારે અમલ કરવાનો સમય આવે છે, ત્યારે બંન્નેની રિલેશનશિપ અલગ વળાંક લે છે. તેઓ એકબીજાથી છૂટા પડવા નથી માંગતા, પરંતુ આ વાત સામે કહી પણ નથી શકતા. કન્ટેમ્પરરી લવસ્ટોરીના કોન્સેપ્ટમાં ફિટ બેસતી આ મોર્ડન વાર્તા છે, એ.આર.રહેમાનનું મ્યૂઝિક છે અને આદિત્ય-શ્રદ્ધાનું ફેવરિટ કપલ! ટ્રેલરમાં તેમના અંકલના રોલમાં નસીરૂદ્દિન શાહ પણ નજરે પડે છે.

શાદ અલી, આદિત્ય અને શ્રદ્ધા
આ ફિલ્મના ડિરેક્ટર શાદ અલી છે, જેમણે ફિલ્મ 'સાથિયા' સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 'સાથિયા'ને આજે પણ લોકો લવ-સાગા તરીકે યાદ કરે છે. વર્ષ 2002માં આવેલી 'સાથિયા' પણ ત્યારની કન્ટેમ્પરરી લવ સ્ટોરી કહી શકાય, આ ફિલ્મમાં પણ એ.આર.રહેમાનનું જ મ્યૂઝિક હતું, જે ખૂબ હિટ રહ્યું હતું. આથી આ ફિલ્મ માટે લોકોની આશા વધી જાય છે.
શાદ અલી, આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર; ત્રણેયની આ પહેલાંની ફિલ્મો અનુક્રમે 'કિલ દિલ', 'ફિતૂર' અને 'રોક ઓન 2' ફ્લોપ રહી છે. માટે આ ફિલ્મ માટે તેમને પણ વધુ અપેક્ષા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
