Pics : રાણી ઘટાડે છે વજન, પણ પ્રિયંકાએ વધારવાની જરૂર નથી!
મુંબઈ, 10 જુલાઈ : બૉલીવુડમાં જાણીતા શારીરિક પ્રશિક્ષક સમીર જૌરા એક બાજુ રાણી મુખર્જીનું વજન ઘટાડવા માટે મશક્કત કરી રહ્યાં છે, તો બીજી બાજુ તેઓ કહે છે કે પ્રિયંકા ચોપરાએ વજન વધારવાની જરૂર નથી. પ્રિયંકા હાલ ભારતીય મુક્કાબાજ મૅરી કોમના જીવન પર બનતી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યાં છે, પરંતુ જૌરાનું કહેવું છે કે પ્રિયંકાએ વજન વધારવાની જરૂર નથી. તેઓ નથી ઇચ્છતાં કે પ્રિયંકા પોતાનું વજન વધારી નૈસર્ગિક સૌંદર્ય ગુમાવે.
પ્રિયંકા ચોપરા સંજય લીલા ભાનુશાળીની મૅરી કોમ આધારિત ફિલ્મમાં મૅરી કોમની ભૂમિકા ભજવી રહ્યાં છે. દિગ્દર્શક ઉમંગ કુમાર છે. પ્રિયંકાના પ્રશિક્ષક સમીર જૌરાએ એક વાતચીતમાં જણાવ્યું - અમે નથી ઇચ્છીએ છીએ કે પ્રિયંકાનું શારીરિક સૌષ્ઠવ મૅરી કોમ જેમ જ હોય, પણ હું નથી ઇચ્છતો કે વધારાના વજન તથા મસલ્સથી તેમના નૈસર્ગિક સૌંદર્ય ઉપર અસર પડે. પ્રિયંકા ખૂબ જ મહેનતુ અને કામ પ્રત્યે સમર્પિત કલાકાર છે.
સમીર જૌરાએ ભાગ મિલ્ખા ભાગ માટે ફરહાન અખ્તરને તાલીમ આપી છે, તો તેઓ રાણી મુખર્જીને તેમની આગામી ફિલ્મ મર્દાની માટે તૈયાર કરી રહ્યાં છે. રાણી મુખર્જી સમીરના માર્ગદર્શન હેઠળ મર્દાની માટે વજન ઘટાડી રહ્યાં છે.
આવો પ્રિયંકાની તસવીરો સાથે જોઇએ અને જાણીએ વધુ વિગતો :

કામ પ્રત્યે સમર્પિત પ્રિયંકા
સમીર જૌરાએ જણાવ્યું - પ્રિયંકા ખૂબ જ મહેનતુ અને કામ પ્રત્યે સમર્પિત કલાકાર છે.

આઘાતમાંથી ઉગર્યાં
સમીરે જણાવ્યું - પ્રિયંકા પોતાના પિતાની ખૂબ જ નજીક હતાં. પિતાના નિધન બાદ મને લાગ્યું કે પ્રિયંકા માટે કામ ઉપર પરત ફરવું મુશ્કેલ બનશે અને અમારે કામ ટાળવું પડશે, પરંતુ તેઓ એક પ્રોફેશનલ અભિનેત્રી છે. આ દુઃખદ બનાવ બાદ આઠ જ દિવસમાં તેઓ કામે પરત ફર્યાં અને પૂરી મહેનત સાથે કામ શરૂ કર્યું.

ધર્યો મૅરી કોમ અવતાર
પિતાના મોતના આઘાતમાંથી ઉગરી પ્રિયંકા ચોપરા કામે પરત ફર્યાં છે. પ્રિયંકાએ સંજય લીલા ભાનુશાળીની આગામી ફિલ્મ મૅરી કોમ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમણે આ માટે મૅરી કોમનો લુક ધારણ કર્યો છે.

એક્ઝૉટિકામાં પિટબુલ સાથે
ફરી એક વાર પ્રિયંકા એક અલગ અને પડકારજન્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે. નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં પ્રિયંકા ઓલિમ્પિક વિજેતા મૅરી કોમનું પાત્ર ભજવવાનાં છે. મૅરી કોમ પણ ઓલિમ્પિક સહિત વિવિધ સ્પર્ધાઓમાં જીતતાં રહ્યાં છે અને ઓલિમ્પિક પછી તો તેઓ અનેક ટેલીવિઝન શોમાં પણ ગયાં છે.પ્રિયંકા ચોપરા પોતાના આલબમમાં એક્ઝૉટિકા સૉંગમાં પિટબુલ સાથે દેખાય છે.

મૅરી કોમ પડકારજનક
ફરી એક વાર પ્રિયંકા એક અલગ અને પડકારજન્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે. નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં પ્રિયંકા ઓલિમ્પિક વિજેતા મૅરી કોમનું પાત્ર ભજવવાનાં છે. મૅરી કોમ પણ ઓલિમ્પિક સહિત વિવિધ સ્પર્ધાઓમાં જીતતાં રહ્યાં છે અને ઓલિમ્પિક પછી તો તેઓ અનેક ટેલીવિઝન શોમાં પણ ગયાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
