Pics : નો બિકિની, નો કિસ ઑન સ્ક્રીન : તમન્ના ભાટિયા
મુંબઈ, 6 જૂન : સાજિદ ખાનની ફ્લૉપ ફિલ્મ હિમ્મતવાલા સાથે બૉલીવુડ પ્રવેશ કરનાર તમન્ના ભાટિયા પુનઃ એક વાર સાજિદના શરણે છે અને તેમની જ ફિલ્મ હમશકલ્સ વડે સિલ્વર સ્ક્રીન પર નજરે પડનાર છે. તમન્ના ભાટિયા પોતાની ફિલ્મ હમશકલ્સ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તમન્નાએ પોતાની સાથે જોડાયેલા અનેક રહસ્યો પણ લોકો સાથે શૅર કર્યાં.
તમન્નાએ જણાવ્યું કે ભલે તેમને ફિલ્મી દુનિયામાં પગ જમાવવામાં સમય લાગે, પણ તેમની કોશિશ રહેશે કે તેમને પડદા ઉપર બિકિની કે ઇંટીમેટ સીન્સ ન આપવા પડે. તમન્નાએ જણાવ્યું - હું હંમેશા આ વાત પર અડગ રહી છું કે પડદા ઉપર બિકિની કે કિસિંગ સીન નહીં આપું. મારું મન આ બાબતે અડગ રહેવાનું છે. હું આ બાબતોમાં બિલ્કુલ સહજ નથી.
નોંધનીય છે કે તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ હમશકલ્સમાં તમન્ના, એશા ગુપ્તા અને બિપાશા બાસુએ બિકિની પહેરી છે, પણ તમન્નાએ બિકિનીને બાંયવાળા કુર્તા તથા નાની પેંટ વડે ઢાંકી દીધી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામ કપૂર પણ છે અને ત્રણેય ટ્રિપલ રોલમાં છે.
ચાલો તસવીરો સાથે જાણીએ તમન્નાના દિલની વાત :

તમામ કલાકારો જુદા
તમન્ના કહે છે - હમશકલ્સના તમામ કલાકારો એક-બીજાથી જુદા છે.

સૈફના વખાણ
તમન્નાએ સૈફના વખાણ કરતાં જણાવ્યું - સૈફ કોઈ પણ ભૂમિકા ભજવી શકે છે, પછી ભલે તે ઓમકારા, હમ તુમ કે એજંટ વિનોદ હોય.

અજયની સ્ટાઇલ અલગ
તમન્નાએ કહ્યું - અજય દેવગણની પોતાની એક શૈલી છે કે જેમાં તેઓ બેસ્ટ છે. તેઓ બહુ જુદા વ્યક્તિત્વ વાળા માણસ છે.

કૉમેડી ફિલ્મ હમશકલ્સ
ક્યારેક વિરાટ કોહલીના પ્રેમિકા તરીકે જાણીતા થયેલા તમન્ના ભાટિયાની ફિલ્મ હમશકલ્સ એક કૉમેડી ફિલ્મ છે.

નો બિકિની, નો કિસ
તમન્નાએ કહ્યું - ભલે મને બૉલીવુડમાં પગ જમાવતા સમય લાગે, પણ મારો પ્રયત્ન રહેશે કે મારે બિકિની કે કિસિંગ સીન્સ ન આપવા પડે.

મહેનત પર ભરોસો
તમન્નાનું કહેવું છે - મને મારી મહેનત અને યોગ્યતા પર ભરોસો છે. તેથી મને લાગે છે કે મારે બિકિની કે કિસિંગ સીન્સનો સહારો નહીં લેવો પડે.

વિરાટના પ્રેમિકા
થોડાક સમય પહેલા વિરાટ કોહલીના પ્રેમિકા તરીકે તમન્ના ચર્ચામાં હતાં. બંનેએ એક એડમાં સાથે કામ કર્યુ હતું, પરંતુ પાછળથી બધુ અફવા સાબિત થયું.

ફ્લૉપ હિમ્મતવાલા
તમન્નાએ સાજિદ ખાનની ફ્લૉપ ફિલ્મ હિમ્મતવાલા દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

અફસોસ નથી
તમન્ના ભાટિયાને પ્રથમ બૉલીવુડ ફિલ્મ ફ્લૉપ થવા અંગે કોઈ અફસોસ નથી.

હમશકલ્સ પાસે આશા
તમન્ના ભાટિયાને હમશકલ્સ પાસે ઘણી આશાઓ છે. આ ફિલ્મમાં તેમના કો-સ્ટાર સૈફ અલી ખાન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
