Pics : રામલીલા નહીં, માસૂમ સાથે થશે ઐશનું કમબૅક!

મુંબઈ, 12 ઑગસ્ટ : ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીએ અભિનેત્રી ઐશ્વર્યા રાયના રામલીલા સાથે કમબૅકના સમાચારો ફગાવી દીધા છે. સમાચાર તો એવા જ હતાં કે ઐશ રામલીલામાં આયટમ નંબર સાથે બૉલીવુડમાં કમબૅક કરશે, પરંતુ હવે જાણવા મળે છે કે ઐશ્વર્યા રાય આયટમ નંબર સાથે નહીં, પણ લીડ રોલ સાથે બૉલીવુડમાં કમબૅક કરશે.

મળતી માહિતી મુજબ હિમેશ રેશમિયા ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે માસૂમ ફિલ્મની રીમેક બનાવી રહ્યાં છે. હિમેશે જણાવ્યું કે તેમણે 1983ની હિટ ફિલ્મ માસૂમના રાઇટ્સ ખરીદી લીધાં છે અને તેઓ ઇચ્છે છે કે ફિલ્મમાં અભિષેક-ઐશ લીડ રોલ કરે. શક્ય છે કે આ ફિલ્મ સાથે જ ઐશનુ બૉલીવુડ કમબૅક થાય.

માસૂમની રીમેકનું દિગ્દર્શન બેદવ્રતા પેન કરશે કે જેમને ચટગાંવ ફિલ્મ માટે નેશનલ ઍવૉર્ડ મળ્યો હતો. 30 વર્ષ જૂની માસૂમ ફિલ્મની રીમેકમાં હિમેશ રેશમિયા વર્તમાન સમય મુજબ ફેરફારો કરશે. ફિલ્મનું નિર્માણ એક સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયા કરી રહ્યાં છે, તેથી તેમાં આયટમ સૉંગ તો હશે અને તે ઐશ્વર્યા રાય જ કરશે.

આવો તસવીરો સાથે જાણીએ ઐશ્વર્યા રાય અંગે વધુ વિગતો :

2011થી બ્રેક

2011થી બ્રેક

ઐશ્વર્યા રાય નવેમ્બર-2011થી માતૃત્વનો આનંદ લઈ રહ્યાં છે અને ફિલ્મોથી દૂર છે.

એડ-ઇવેંટ્સમાં સક્રિય

એડ-ઇવેંટ્સમાં સક્રિય

જોકે ઐશ્વર્યા રાય જાહેરખબરો અને ઉત્સવોમાં સક્રિય રહ્યાં છે. તાજેતરમાં જ કલ્યાણ જ્વૅલર્સની પ્રિંટ એડમાં ઐશે કંઇક આવો રૂપ ધર્યો છે.

પોસ્ટ પ્રેગ્નેંસી વેટ

પોસ્ટ પ્રેગ્નેંસી વેટ

સામાન્ય રીતે દરેક સ્ત્રી પોસ્ટ પ્રેગ્નેંસી વજનનો ભોગ બને છે. ઐશ પણ તેમાંનાં એક છે. ઐશનું વજન વધતાં જોઈ લોકોએ તેમના અંગે પુનઃ ગર્ભવતી થયાની અટકળો શરૂ કરી હતી.

લોકપ્રિયતા પર અસર નહીં

લોકપ્રિયતા પર અસર નહીં

ઐશ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમની લોકપ્રિયતામાં ઓટ નથી આવી. આજેય નિર્માતા-દિગ્દર્શકો તેમને સાઇન કરવા માંગે છે.

આરાધ્યા હવે મોટી થઈ

આરાધ્યા હવે મોટી થઈ

આરાધ્યા હવે મોટી થઈ ગઈ છે. તેથી ઐશ્વર્યા રાય બહુ વહેલામાં વહેલી તકે કમબૅક કરશે. તે વાત નક્કી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X