નીતિન દેસાઈના માથે હતુ કરોડોનુ દેવુ, સુસાઈડ બાદ સામે આવ્યા ચોંકાવનારા સમાચાર

Nitin Desai: પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી લીધી અને તે ઘણા લોકો માટે આઘાતજનક સમાચાર હતા. ડાયરેક્ટર તેમના જ સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી.

હાલમાં એક અન્ય સમાચાર સામે આવી રહ્યા છે જે ઘણા ચોંકાવનારા છે. લોકો આને પણ નીતિનની આત્મહત્યાનું એક કારણ માની રહ્યા છે. અહેવાલો મુજબ નીતિન દેસાઈ પર લગભગ 252 કરોડની લોન હતી જે તેમણે ચૂકવી નથી. આ અંગે તેમણે કોર્ટમાં નાદારીની અરજી પણ કરી હતી, જે સ્વીકારવામાં આવી હતી.

Nitin Desai

આર્ટ ડિરેક્ટરની કંપની એનડીની આર્ટ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડે 2016 અને 2018માં ECL ફાયનાન્સ પાસેથી બે લોન દ્વારા 185 કરોડ ઉછીના લીધા હતા અને જાન્યુઆરી 2020માં ચુકવણીમાં મુશ્કેલી શરૂ થઈ હતી.

જો કે, તે આ લોન ચૂકવી શક્યા નહોતા અને આર્થિક સંકડામણને કારણે તે નાદાર જાહેર કરવામાં આવ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની આત્મહત્યાનું કારણ આર્થિક તંગી પણ છે. નોંધનીય છે કે નીતિન દેસાઈ ખૂબ જ પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર હતા અને તેમણે ઘણી મહાન ફિલ્મો અને સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

ભાજપના મહાસચિવ વિનોદ તાવડે કે જેઓ નીતિનના નજીકના મિત્ર માનવામાં આવે છે, તેમણે વાતચીત દરમિયાન કહ્યું કે, "હું ઘણીવાર તેમની સાથે વાત કરતો હતો અને સલાહ આપતો હતો. મેં તેમને કહ્યું કે કેવી રીતે અમિતાભ બચ્ચનને ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ ફરીથી જીવનમાં આવ્યા.

અમે તેને કહ્યું કે જો દેવાના કારણે સ્ટુડિયો કુર્ક થઈ ગયો હોય તો પણ તે નવેસરથી શરૂ કરી શકે છે. તેમના મૃત્યુ વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. મે ગઈકાલે જ તેમની સાથે વાત કરી હતી. વિનોદ તાવડે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X