PNB Scam: નિરવ મોદીને લઇને પ્રિંયકા ચોપડાની માં કહ્યું આ...
પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપડાએ પીએનબી કૌંભાંડ અને નિરવ મોદી મામલે કહ્યું કે જે કંઇ પણ થયું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. નિરવ મોદીએ જે કર્યું છે તેની સજા તેને ચોક્કસથી મળશે.
પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી તેવા નીરવ મોદીને લઇને હાલ જ્યાં અલગ અલગ લોકો અલગ અલગ નિવેદન આપી રહ્યા છે. એટલે સુધી કે તેની કંપનીના પણ અનેક લોકો હાલ નિરવ મોદીને લઇને ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે જ બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને પીએનબીની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકેલી પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપડાએ આ મામલે એક મોટું નિવેદન આપ્યું છે. ન્યૂઝ ચેનલ આજ તક સાથે વાતચીતમાં મધુ ચોપડાએ કહ્યું કે જે કંઇ પણ થયું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. નિરવ મોદીએ જે કર્યું છે તેની સજા તેને ચોક્કસથી મળશે. તમને જણાવી દઇએ કે પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીના પ્રોડક્ટરની બ્રાંડ એમ્બેસેડર પ્રિયંકા રહી ચૂકી છે. પણ જ્યારે નિરવ મોદીનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પ્રિયંકા ચોપડાએ તેની સાથે તમામ કરાર તોડી દીધા હતા. આ મામલે મધુ ચોપડાએ કહ્યું કે મારી પુત્રીએ કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી દીધો છે.

અને આ સમગ્ર મામલે જે પણ ઓફિશિયલી એક્શન લેવાની હતી તે અમે લઇ રહ્યા છીએ. મધુ ચોપડાએ કહ્યું કે નિરવ મોદીના કહેવામાં અને કરવામાં ફરક હતો. તે જોવો દેખાતો હતો તેવો તે હતો નહીં. આજે પણ નિરવ મોદીના અનેક શો રૂમમાં પ્રિયંકાની તસવીરો તમને જોવા મળી શકે છે. વળી તે વર્ષ 2017થી આ કંપનીના પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર હતી. નિરવ મોદીએ દેશની બીજી સૌથી મોટી બેંક તેવી પંજાબ નેશનલ બેંક સાથે 1.77 બિલિયન ડોલરનું કૌભાંડ કર્યું છે. હાલ આ મામલે સીબીઆઇ તપાસ કરી રહી છે. અને તેમના અનેક શોરૂમ પર ઇડીએ દરોડા પાડી સીલ કર્યા છે. જો કે હાલ નિરવ મોદી દેશ છોડીને જતા રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
