પ્રિયંકા અને નિકના ઘરે આવ્યુ નવુ મહેમાન, ફોટા અને વીડિયો વાયરલ

બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ હાલમાં ઘણા ખુશ છે. આવુ એટલા માટે કારણકે આ જાણીતી જોડીના ઘરે એક નવા મહેમાનની એન્ટ્રી થઈ ગઈ છે.

બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ હાલમાં ઘણા ખુશ છે. આવુ એટલા માટે કારણકે આ જાણીતી જોડીના ઘરે એક નવા મહેમાનની એન્ટ્રી થઈ ગઈ છે. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન ગયા વર્ષે એક ડિસેમ્બરના રોજ થયા હતા.

ખુશખબરી આપી

ખુશખબરી આપી

પ્રિયંકા અને નિકે ફેન્સને સોશિયલ મીડિયા પર આ અંગેની ખુશખબરી આપી છે. જોનસ પરિવારના આ ત્રીજા સભ્યના ફોટા પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં નિક પણ દેખાઈ રહ્યા છે.

જીનો જોનસ છે નવા સભ્યનુ નામ

પ્રિયંકાના ઘરે આવેલા આ નવા સભ્યનુ નામ જીનો જોનસ છે. આ પ્રિયંકા અને નિકનો પેટ છે. જેના ફોટા અને વીડિયો પ્રિયંકા શેર કરતી રહે છે. વીડિયોમાં જીનો બંને સાથે મસ્તી કરતા દેખાય છે. દેસી ગર્લે નિક અને જીનોનો એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે, ‘આ છોકરાઓ સાથે પાછી આવી ગઈ, જીનો જોનસનું ઘરમાં સ્વાગત છે.'

પ્રિયંકાએ વીડિયો પણ શેર કર્યો

આ ફોટા બાદ પ્રિયંકાએ જીનો અને નિકનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં જીનો નિક સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યુ છે, સેમ ફ્રેમમાં આટલા ક્યુટ લોકો. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક પાસે જીનો ઉપરાંત બીજો પણ પેટ છે. જેનુ નામ બંનેએ ડાયના રાખ્યુ હતુ.

બહેન સાથે ડબિંગ કરી રહી છે પ્રિયંકા

બહેન સાથે ડબિંગ કરી રહી છે પ્રિયંકા

જો વર્કફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લી વાર ધ સ્કાઈ ઈઝ પિંક ફિલ્મમાં દેખાઈ હતી. જેમાં તેની સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત શરાફ પણ જોવા મળ્યા હતા. ફિલ્મની કહાનીએ લોકોનુ મનોરંજન કર્યુ. આ ફિલ્મથી પ્રિયંકાએ લગભગ ત્રણ વર્ષ બાદ બોલિવુડમાં વાપસી કરી હતી. આ ઉપરાંત તે બહેન પરિણીતિ ચોપડા સાથે ફ્રોઝન 2ના હિંદી વર્ઝન માટે ડબિંગ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X