ભૂલથી પણ ક્યારેય પરણેલા પુરુષના પ્રેમમાં ના પડતાઃ નીના ગુપ્તાએ જણાવ્યો પોતાનો અનુભવ
નીના ગુપ્તાએ પોતાની એક મહિલા ફેન્સને સલાહ આપી હતી કે ભૂલથી પણ ક્યારેય પરણેલા પુરુષના પ્રેમમાં ન પડતા.
મુંબઈઃ બૉલિવુડમાં સૌથી પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક નીના ગુપ્તાએ હંમેશાથી પોતાની જિંદગી અને લવ લાઈફ વિશે ખુલીને વાત કરી છે. 2018માં જ્યારે તેની ફિલ્મ 'બધાઈ હો' રિલીઝ થઈ ત્યારે નીના ગુપ્તાને એક નવુ સ્ટારડમ જોવા મળ્યુ. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન નીના ગુપ્તાએ પોતાની લવ લાઈફ અને સિંગલ મધર હોવા વિશે વાત કરી હતી. નીના ગુપ્તાનુ અફેર વેસ્ટઈંડીઝના દિગ્ગજ ક્રિકેટર સર વિવિયન રિચર્ડઝ સાથે હતુ. બંનેએ ક્યારેય લગ્ન નહોતા કર્યા. જે બાદ નીનાએ 1980માં મસાબા ગુપ્તાને જન્મ આપ્યો હતો. હાલમાં જ પોતાની જિંદગીના અનુભવો શેર કરીને નીના ગુપ્તાએ પોતાની એક મહિલા ફેન્સને સલાહ આપી હતી કે ભૂલથી પણ ક્યારેય પરણેલા પુરુષના પ્રેમમાં ન પડતા.

'પરણેલા પુરુષના પ્રેમમાં મે બહુ સહન કર્યુ છે...'
થોડા સમય પહેલા નીના ગુપ્તાએ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં નીના ગુપ્તાએ છોકરીઓને પરણેલા પુરુષના પ્રેમમાં ન પડવાની સલાહ આપતી જોવા મળી હતી. વીડિયોમાં નીના ગુપ્તાએ જણાવ્યુ હતુ કે છોકરીઓએ કેમ પરણેલા પુરુષને પ્રેમ કરવાનુ ટાળવુ જોઈએ. નીના ગુપ્તા કહે છે કે જ્યારે કોઈ પરણેલો પુરુષ કોઈ મહિલાની નજીક આવવાનો પ્રયત્ન કરે છે તો મહિલાને કહે છે કે તેની પત્ની સાથે તેને ક્યારેય નથી બનતુ કે પછી ક્યારેય નથી બની શક્યુ. જ્યારે મહિલા મેરિડ પુરુષને કહે છે કે તે ડિવોર્સ કેમ નથી લઈ લેતો ત્યારે જવાબ મળે છે - આ બધુ એટલુ સરળ નથી, જેટલુ બોલવામાં લાગે છે. કે પછી બાળકોનો હવાલો આપવામાં આવે છે. માટે મે મારા અનુભવોના આધારે મારી મહિલા ફેન્સને એ સલાહ આપવા માંગુ છુ કે ક્યારેય કોઈ પરણેલા પુરુષને પ્રેમ ન કરો કારણકે મે બહુ બધુ સહન કર્યુ છે.

'નીના ગુપ્તાએ કહ્યુ - ધીમે ધીમે આશા વધવા લાગે છે..'
વીડિયોમાં નીના ગુપ્તા આગળ કહે છે, 'જ્યારે તમે કોઈ મેરિડ પુરુષ સાથે ડિવોર્સની વાત કરો છો ત્યારે તે પોતાની વાતોને ટાળી દે છે પરંતુ તમારી(બીજી મહિલા)ની નજીક આવવાનુ ચાલુ રાખે છે. જ્યારે તમને પરણેલા પુરુષ સાથે પ્રેમ થઈ જાય તો તમે શરૂઆતમાં લગ્નની કોઈ વાત નથી કરતા પરંતુ ધીમે ધીમે તમારી આશાઓ વધવા લાગે છે. તમે તેને ધીમે ધીમે મળવા લાગો છો, પછી તમને હૉલી ડે પર જવાનુ મન થાય છે પરંતુ ધીમે ધીમે જ્યારે તમે તેના પર દબાણ કરવા લાગો છો ત્યારે આ બધુ એ વ્યક્તિને પરેશાન કરવા લાગે છે. અને એક સમય આવે છે જ્યારે તમે એ વ્યક્તિને કહો છો કે તમારે લગ્ન કરવા છે તો એ આ વાત કરવાથી કતરાય છે.'

'કોઈ પણ સ્થિતિમાં પરણેલા પુરુષ સાથે રિલેશનશિપમાં ન આવવુ...'
નીના ગુપ્તા વીડિયોમાં આગળ કહે છે, 'મહિલા જેવુ પત્ની સાથે ડિવોર્સથી લઈને લગ્નની વાત કરે છે, પરણેલો પુરુષ તેના માટે બહાના બનાવે છે, પ્રોપર્ટી, બેંક, બાળકોમાં ડિવોર્સ લેવા સરળ નથી. ત્યારબાદ દબાણમાં આવીને પરેશાન થઈને તમારાથી અલગ થવાની વાત કહેશે. પછી તમને સમજમાં નહિ આવે કે શું કરવાનુ છે. એટલા માટે કહી રહી છુ કે મે આ કર્યુ છે. હું ખુદ આ બધામાંથી પસાર થઈ ચૂકી છુ, મે બહુ જ સહન કર્યુ છે. એટલા માટે સલાહ આપી રહી છુ કે ક્યારેય કોઈ પણ સ્થિતિમાં પરણેલા પુરુષ સાથે રિલેશનશિપમાં ન આવવુ. હું મારી ફેન્સને એટલા માટે કહી રહી છુ કારણકે જે જિંદગીમાંથી હું પસાર થઈ ચૂકી છુ.. એવી કોઈને ભોગવવી ના પડે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
