રણબીર ઉપર આવ્યું મંડેલાના પૌત્રીનું દિલ, કહ્યું હૉટ!
મુંબઈ, 10 સપ્ટેમ્બર : અત્યાર સુધી તો બૉલીવુડના રૉકસ્ટાર પોતાની ફિલ્મી હસીનાઓના કારણે જ બદનામ હતાં, પરંતુ હવે આ ચૉકલેટી સ્ટાર પૉલિટિકલ સેલિબ્રિટીની પણ પસંદ બની ગયાં છે. આપને જણાવી દઇએ કે પોતાના મનપસંદ સ્ટાર રણબીર કપૂરના દીવાનાઓ સાત સમંદર પાર પણ છે. જાણવા માંગો છે કે કોણ છે તે? તો સાંભલો હાલ રણબીર ઘેલા બન્યાં છે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના પૌત્રી નિંડેલકા મંડેલા. મંડેલાના પૌત્રીનું રણબીર ઉપર દિલ આવ્યું છે. રણબીર પ્રત્યે ઘેલું એટલું બધું છે કે નિંડેલકાને રણબીર હદથી વધારે હૉટ એન્ડ સેક્સી લાગે છે.

નિંડેલકા રણબીરની ગત વર્ષે આવેલી ફિલ્મ બર્ફી અનેક વાર જોઈ ચુક્યાં છે. તેમને ફિલ્મ બહુ ગમી ગઈ. નિંડેલકા કહે છે કે તેમને હિન્દી બરાબર સમજાતી નથી, પણ ફિલ્મમાં રણબીરે જે મૌન અભિનય કર્યુ છે, તેના ભરપૂર વખાણ કરવા જોઇએ. રણબીરની એક્ટિંગએ મને ઘેલી કરી છે. મને તો તે ખામોશ છોકરા મર્ફી, તેની એક્ટિંગ સાથે બહુ પ્રેમ થઈ ગયો. તે બહુ હૉટ છે.
દક્ષિણ આફ્રિકામાં હિન્દી ફિલ્મોનું ચલણ બહુ ઓછું છે, છતાં લૅડી મંડેલા રણબીરની ફિલ્મો અને શો જોવા પસંદ કરે છે. તેમને હિન્દી ગીતો પણ ગમે છે. ખેર, નિંડેલકા મંડેલાની વાતો સાંભળી દીપિકા પાદુકોણે તથા કૅટરીના કૈફ મનમાંને મનમાં ખુશ થતા હશે, કારણ કે તેમને લાગતું હશે કે જેની ઉપર દુનિયા મરે છે, તે તેમની ઉપર ફિદા હતો. નોંધનીય છે કે દીપિકા-રણબીર ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં, પરંતુ પછી બ્રેક-અપ થઈ ગયું. હાલ રણબીર-કૅટ વચ્ચે અફૅર છે.












Click it and Unblock the Notifications
