Pics : નીરજ પાન્ડેના પુસ્તક ગાલિબ ડેન્જરનો તહેલકો
મુંબઈ, 7 ડિસેમ્બર : ઍ વેડનસડે તથા સ્પેશિયલ 26 જેવી શાનદાર ફિલ્મો આપનાર નીરજ પાન્ડેએ પોતાનું પ્રથમ પુસ્તક ગાલિબ ડેન્જર તાજેતરમાં જ લૉન્ચ કરી દીધું છે. લૉન્ચ થયા બાદથી જ આ પુસ્તક અંગે સોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.
સેલિબ્રિટીથી માંડી સામાન્ય લોકો પણ નીરજ પાન્ડેના આ પુસ્તક મુદ્દે ચર્ચાઓ કરી રહ્યાં છે. નીરજના પુસ્તકનું વિમોચન તેમની ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા અનુપમ ખેરે એક લિટરેચર ફેસ્ટમાં કર્યું. લેખક નીરજ પાન્ડેનું આ પુસ્તક ભારતના અંડરવર્લ્ડ પર આધારિત છે. તેમાં એક યુવા ટૅક્સી ડ્રાઇવરની વાર્તા છે કે તે કઈ રીતે અંડરવર્લ્ડમાં ફસાયો. આખુ પુસ્તક આ ટૅક્સી ડ્રાઇવરની આસપાસ જ ફરે છે.
ગાલિબ ડેન્જર પુસ્તકના લોકાર્પણ સમારંભમાં નીરજ પાન્ડે અને અનુપમ ખેર ઉપરાંત અનૂપ સોની, દિવ્યા દત્તા, શ્રિયા સરન, મનોજ બાજપાઈ અને સુચિત્રા પિલ્લાઈ જેવી હસ્તીઓ પણ હાજર રહી હતી.
આ પુસ્તક લૉન્ચ થયા બાદથી જ તહેલકો મચ્યો છે અને ટ્વિટર ઉપર તેની ચર્ચાઓ ચાલી નિકળી છે. ચાલો આપને બતાવીએ પુસ્તક લોકાર્પણ સમારંભની તસવીરી ઝલક અને ટ્વિટર પ્રત્યાઘાતો :

ગાલિબ ડેન્જરનું લોકાર્પણ
નીરજ પાન્ડેના પુસ્તક ગાલિબ ડેન્જરનું તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલ એક સમારંભમાં લોકાર્પણ કરવામાં આવ્યું.

સારો અનુભવ-પ્રીતિશ
ફિલ્મ નિર્માતા અને લેખક પ્રીતિશ નાંદી ટ્વીટ કરે છે - પોતાના મનપસંદ લેખકોમાંના એક નીરજ પાન્ડેનું પુસ્તક વાંચવુ સારો અનુભવ છે.

સારા સમાચાર-નીરજ
નીરજ પાન્ડેના એક ફૅન નીરજ ધર લખે છે - ભારતના ટ્વિટર ટ્રેડિંગમાં નીરજ પાન્ડેના નવા પુસ્તકનો આટલો હોબાળો છે. આનાથી સારા સમાચાર મારા માટે બીજા હોઈ જ ન શકે.

નીરજને શુભેચ્છાઓ-રોહિત
રોહિત ધ્યાની લખે છે - હું પોતાના પ્રિય ફિલ્મમેકર નીરજ પાન્ડેને તેમના નવા પુસ્તક માટે શુભેચ્છાઓ પાઠવુ છું.

નામ કમાશે પુસ્તક-પૂર્વા
નીરજના વધુ એક ફૅન પૂર્વા લખે છે - જે રીતે લોકો તેમની ફિલ્મો પસંદ કરે છે, આશા છે કે તેમનું આ પુસ્તક પણ તેવી જ રીતે નામ કમાશે.

ટ્રેડિંગ ચાર્ટ પર
નીરજ પાન્ડેના આ પુસ્તક અંગે ટ્વિટર ઉપર ઘણા ટ્વીટ્સ થયાં છે. તેથી સવારથી જ નીરજ પાન્ડે પોતે અને તેમના પુસ્તકનું નામ ગાલિબ ડેન્જર બંને ટ્વિટરના ટ્રેડિંગ ચાર્ટ ઉપર છે.

શાનદાર ફિલ્મો
બૉલીવુડમાં નીરજ પાન્ડે ઍ વેડનસડે તથા સ્પેશિયલ 26 જેવી શાનદાર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.

અનુપમ ખેર
નીરજ પાન્ડેની બંને ફિલ્મો ઍ વેડનસડે તથા સ્પેશિયલ 26માં અનુપમ ખેર હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
