બૉલીવુડ માટે તૈયાર નવનીત : ‘નો ઇંટીમૅસી પ્લીઝ...’
મુંબઈ, 31 મે : પૉન્ડ્સ ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2013 નવનીત કૌર ઢિલ્લોં ભૂતપૂર્વ સુંદરીઓની પરમ્પરા જાળવી રાખતાં ફિલ્મોમાં આવવા સમ્પૂર્ણ પણે તૈયાર છે. નવનીત નૃત્યંગના પણ છે, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ અભિનયમાં વધુ શ્રેષ્ઠ કરી શકે. જોકે ફિલ્મોમાં અંતરંગ દૃશ્યો કરવા અંગે તેઓ સહજ નથી.
હાલમાં નવનીત કૌર સપ્ટેમ્બરમાં જકાર્તા ખાતે યોજાનાર મિસ વર્લ્ડ સ્પર્ધા 2013ની તૈયારીઓમાં વ્યસ્ત છે. નવનીત અગાઉ મિસ વર્લ્ડ સ્પર્ધા માટે પસંદગી પામનાર ભારતીય સ્પર્ધકોએ ટૅલેંટેડ રાઉંડ માટે નૃત્યની પસંદગી કરી હતી, પરંતુ નવનીત કૌર કંઈક જુદું જ કરવા માંગે છે અને તેમણે ટૅલેંટેડ રાઉંડમાં અભિનય કૌશલનું પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.

નવનીત કૌરે એક વાતચીતમાં જણાવ્યું - હું નૃત્યમાં સારી છું, પણ પ્રોફેશનલ નૃત્યાંગના નથી. તેથી હું અભિનય કરવું પસંદ કરીશ. શક્ય છે કે ચાર્લી ચૅપલિનના અભિનયની હું નકલ કરું કે જેથી શબ્દો કરતા લાગણીઓ વધુ વ્યક્ત કરવાની તક મળે અથવા હું તેનાથી ભળતું કંઇક કરીશ. સ્પર્ધામાં ભાગ લેતા અગાઉ નવનીત કોઇક નિષ્ણાંતના માર્ગદર્શને પોતાની અભિનય પ્રતિભા નિખારવા માંગે છે.
નવનીતે જણાવ્યું - મેં આયોજકોને જણાવ્યું કે હું અભિનય કરવામાં વધુ સહજ અનુભવીશ, પણ મારે તેને નિખારવા માટે કોઇકના માર્ગદર્શનની જરૂરપડશે. નવનીત આ વખતે મિસ વર્લ્ડનો તાજ ભારતને અપાવવા માટે પોતાના તરફથી સમ્પૂર્ણ મહેનત કરશે. અગાઉ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ભારત માટે વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.
બૉલીવુડમાં આવવા અંગે નવનીત કૌરે જણાવ્યું - હું રણબીર કપૂર તથા અક્ષય કુમાર સાથે ફિલ્મો કરવા માંગુ છું. હું ફિલ્મો કરીશ, પણ અંતરંગ દૃશ્યોમાં હું સહજ અનુભવતી નથી. નવનીત કૌર સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાના ખાવા-પીવા અને ત્વચાનો ખાસ ખ્યાલ રાખી રહ્યાં છે. ઉપરાંત સ્પર્ધામાં પહેરવાનાં પોતાના કપડાંની પસંદગીમાં પણ તેઓ ખૂબ જ સાવચેતી વર્તશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
