પૂર્વ લિવ ઈન પાર્ટનર સબાના ઋતિક સાથે અફેર પર નસીરુદ્દીનનો દીકરો ઈમાદ ચૂપ, કહ્યુ - મીટિંગમાં છુ
નસીરુદ્દીન શાહના દીકરા ઈમાદ પાસે મીડિયાના લોકો સતત ઋતિક અને સબાના ફોટા પર પ્રતિક્રિયા માંગી રહ્યા છે.
મુંબઈઃ ઋતિક રોશન હાલમાં અભિનેત્રી સબા આઝાદ સાથે જોવા મળ્યા હતા. બંનેના હાથમાં હાથ નાખેલા ફોટા વાયરલ થયા તો બંને વચ્ચેના અફેરના સમાચારોએ પણ જોર પકડી લીધુ. ઋતિક સાથે ફોટા વાયરલ થયા બાદ સબાના પૂર્વ બૉયફ્રેન્ડ ઈમાદ શાહ પણ ચર્ચામાં આવી ગયા છે. નસીરુદ્દીન શાહના દીકરા ઈમાદ પાસે મીડિયાના લોકો સતત ઋતિક અને સબાના ફોટા પર પ્રતિક્રિયા માંગી રહ્યા છે.

ઈમાદે ન આપ્યો સબા પર જવાબ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ તેમણે ઋતિક રોશન અને સબા આઝાદના ડેટિંગની અફવાઓ વિશે ઈમાદની પ્રતિક્રિયા મેળવવા માટે તેનો સંપર્ક કરવાની કોશિશ કરી. ઈમાદને ફોન કરવામાં આવ્યો તો વાત કરવા લાગ્યા પરંતુ જ્યારે તેમની પૂર્વ પ્રેમિકા સબા વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ એ મીટિંગમાં છે અને પછી વાત કરશે. ટીઓઆઈનુ કહેવુ છે કે ત્યારબાદ તેમણે ઘણી વાર તેમને કૉલ કર્યા પરંતુ ઈમાદે તેમનો ફોન ઉઠાવ્યો નહિ.

ઈમાદ અને સબાનો લાંબો સમય રહ્યો અફેર
ઋતિક સાથે ફોટા વાયરલ થયા બાદ ચર્ચામાં આવેલી સબા આઝાદ લાંબા સમય સુધી ઈમાદ શહાને ડેટ કરી ચૂકી છે. બંને સાત વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં પણ રહ્યા હતા. ઈમાદે વર્ષ 2013માં એ જણાવ્યુ હતુ કે તે અને સબા લિવ પાર્ટનર છે. સબાએ બૉલિવુડમાં વર્ષ 2008માં ફિલ્મ દિલ કબડ્ડીથી ડેબ્યુ કર્યુ હતુ. સબા એક્ટિંગ ઉપરાંત સિંગિંગમાં પણ હાથ અજમાવી ચૂકી છે. વળી, ઈમાદ પણ એક્ટર છે.

ઋતિક સાથે રિલેશનમા સબા!
સબા આઝાદના હવે ઋતિક સાથે રિલેશનમાં હોવાની ચર્ચા છે. જણાવવામાં આવ્યુ છે કે બંને હાલમાં ગોવામાં સાથે રજાઓ માણીને પાછા આવ્યા છે. બંનેની દોસ્તી એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. ત્યારબાદ બંને હવે એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંનેએ રિલેશનને છૂપાવીને રાખ્યા હતા પરંતુ હાલમાં જ એક ડિનર ડેટ પર બંનેના ફોટા સામે આવી ગયા. બંનેના સાથે ફોટા સામે આવ્યા બાદ ફિલ્મી ગલીઓમાં બંનેના અફેરની ચર્ચા થવા લાગી છે. જો કે, બંને તરફથી આ વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
