કિયારા અડવાણીએ પહેર્યા સફેદ કપડાં, ના સિંદૂર, ના મંગળસૂત્ર, સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા, કરી દીધી ટ્રોલ
મુંબઈ એરપોર્ટ પર કિયારા અડવાણીનો ડ્રેસ અને તેનો લુક જોયા બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે અને તેની મજાક ઉડાવી રહ્યા છે.
Kiara Advani Troll: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક લગ્ન કર્યા. લગ્ન પછી સિદ્ધાર્થ કિયારાને લઈને પોતાના ઘરે દિલ્લી લઈ ગયા. આ કપલે પહેલા દિલ્લી અને પછી મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. નવદંપત્તિ લગ્ન પછી હાલમાં જ ફરવા ગયા હતા. જ્યાંથી રજાઓ માણીને મંગળવારે તેઓ મુંબઈ પાછા આવ્યા છે. એરપોર્ટ પર બંનેના ફોટા ક્લિક કરવામાં આવ્યા. જેમાં કિયારા અડવાણીનો ડ્રેસ અને તેનો લુક જોયા બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે અને તેની મજાક ઉડાવી રહ્યા છે.

એરપોર્ટ પર સ્પૉટ થયા કિયારા-સિદ્ધાર્થ
એરપોર્ટ પર હાજર પાપારાઝીઓએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા અડવાણીની ઘણી તસવીરો લીધી છે અને ઘણા વીડિયો પણ બનાવ્યા છે. આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. તેમને જોયા બાદ લોકો કિયારા અડવાણીની આકરી ટીકા કરી રહ્યા છે. આ તસવીરોમાં કિયારા અડવાણી તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાનો હાથ પકડેલી જોવા મળી રહી છે. બંનેએ મેચિંગ આઉટફિટ પહેર્યા છે.

સફેદ રંગના કપડામાં લોકોએ કહ્યુ - હંસની જોડી
સિદ્ધાર્થ અને કિયારા બંને સફેદ વસ્ત્રોમાં સજ્જ છે. લોકો બંનેને સફેદ હંસની જોડી કહી રહ્યા છે. બંને હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. જ્યાં એક તરફ કિયારા અડવાણીના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી તો બીજી તરફ કેટલાક લોકો કિયારાની આકરી ટીકા પણ કરી રહ્યા છે.
કિયારાની ઉડી મજાક
કિયારા અડવાણીએગોલ્ડન પર્સ ફ્લોન્ટ કરતી વખતે નખરા પણ બતાવ્યા. ન્યૂલી મેરિડ કપલે એરપોર્ટ પર ચાહકો સાથે સેલ્ફી પણ ક્લિક કરી. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો બંને હનીમૂન મનાવીને પરત ફર્યા છે. કેટલાક લોકોએ સિદ્ધાર્થ અને કિયારાની આ લેટેસ્ટ તસવીરો પર વિચિત્ર કમેન્ટ્સ પણ કરી છે. તેના પર ટિપ્પણી કરતા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે - વિશ્વાસ નથી કરી શકતો. આજે પણ ગર્લફ્રેન્ડ બૉયફ્રેન્ડ જેવા જ દેખાય છે. લગ્ન જેવી કોઈ વાત જ નથી દેખાતી.

'ન મંગળસૂત્ર કે ન સિંદૂર. કિયારા શું કરી રહી છે?'
બીજા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે - નવા કપલે લગ્ન પછી સફેદ કપડાં કેવી રીતે પહેર્યા. સારા નથી લાગતા. કોમેન્ટ કરતી વખતે અન્ય એક વ્યક્તિએ લખ્યુ છે - આમને હંમેશા ફેશન જ સૂઝે છે. ન મંગળસૂત્ર કે ન સિંદૂર. કિયારા શું કરી રહી છે? તે હજુ પણ બેચલર લાગે છે, આવુ કેમ? કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યુ- લગ્ન પછી કિયારા નવી દુલ્હન લાગી જ નથી. તે માત્ર એક અભિનેત્રી જેવી જ દેખાય છે.
કપલે લખ્યુ હતુ- પ્યાર કા રંગ ચઢા હૈ
સિદ્ધાર્થ અને કિયારાએ તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વેલેન્ટાઈન્સ ડેના દિવસે શેર કરી હતી. આ તસવીરોમાં કિયારાએ સિલ્વર કલરનો લહેંગો પહેર્યો હતો અને મસ્ટર્ડ કલરનો દુપટ્ટો પહેર્યો હતો. સિદ્ધાર્થે એમ્બ્રોઇડરી કરેલો દુપટ્ટો પહેર્યો હતો અને પત્ની કિયારા સાથે મેચિંગ પીળો કુર્તા-પાયજામા પહેર્યો હતો. આ તસવીરો શેર કરતી વખતે કપલે લખ્યુ હતુ- પ્યાર કા રંગ ચઢા હૈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
