મારો પુત્ર કરણ હાલ દિગ્દર્શનમાં રસ લે છે : સન્ની દેઓલ
મુંબઈ, 11 એપ્રિલ : ઘણાં વખત બાદ અભિનેતા સન્ની દેઓલની અનેક ફિલ્મો એક સાથે આવી રહી છે. મોહલ્લા અસ્સી ફિલ્મ તૈયાર છે, તો આઈ લવ એનવાય ટુંકમાં જ રિલીઝ થવાની છે. ઉપરાંત તેઓ સિંહ સાહેબ ધ ગ્રેટ અને યમલા પગલા દીવાના 2 જેવી ફિલ્મોમાં પણ દેખાવાનાં છે.
બે વરસ અગાઉ આવેલી યમલા પગલા દીવાના ફિલ્મની રીમેક યમલા પગલા દીવાના 2ની ખાસ બાબત એ છે કે તેમાં સન્ની દેઓલના પુત્ર કરણ દેઓલ સહાયક દિગ્દર્શક છે.
આ અંગે સન્ની દેઓલનું કહેવું છે - મારો પુત્ર હાલ માત્ર ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે જ રસ લઈ રહ્યો છે. હું ઇચ્છું છું કે હીરો તરીકે લૉન્ચ થતા અગાઉ તેને સિનેમાના વિવિધ પાસાઓનો પણ બહેતર જ્ઞાન થઈ જાય. તે લીડ હીરો તરીકે લૉન્ચ થવાનો નિર્ણય પોતે જ કરશે.
વાયપીડી 2 અંગે સન્ની દેઓલ કહે છે - યમલા પગલા દીવાના ફિલ્મ કરતાં એકદમ જુદી છે તેની સિક્વલ. યમલા પગલા દીવાના એક હિટ ફિલ્મ હતી. તેથી અમે તેની સિક્વલ બનાવવાનો નિર્ણય કર્યો. યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં એક વિદેશી અભિનેત્રી ક્રિસ્ટીના કિવાને લૉન્ચ કરવા અંગે સન્નીએ જણાવ્યું કે હવે બૉલીવુડ ગ્લોબલ થઈ ચુક્યું છે. આ સાથે જ હવે હિન્દી દર્શકો પણ આ બદલાવોને સ્વીકારતાં થયાં છે.
સન્ની દેઓલે પોતાની આવનાર ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટ અંગે જણાવ્યું કે તેમાં આજના ભ્રષ્ટાચાર અંગે દર્શાવાયું છે. ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા છે. આ અગાઉ અનિલ શર્મા સન્ની દેઓલની સુપર હિટ ફિલ્મ ગદર એક પ્રેમ કથાનું દિગ્દર્શન કરી ચુક્યાં છે. અનિલ સાથે કામ કરવું સન્ની માટે ખૂબ જ સહજ હોય છે. સન્નીના જણાવ્યા મુજબ જ્યારે તેમણે તેમની સામે ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે જ મેં સ્વીકારી લીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
