મારા સૌથી મોટા ટીકાકાર મારા માતા છે : સોનાક્ષી
મુંબઈ, 18 ડિસેમ્બર : લૅડી શૉટગન એટલે કે સોનાક્ષી સિન્હા આજકાલ પોતાની આવનાર ફિલ્મ દબંગ 2 અંગે ખૂબ ચર્ચામાં છે. તેના માટે તેઓ દરેક જગ્યાએ પ્રમોશન ઇવેન્ટમાં દેખાઈ રહ્યાં છે. એવા જ એક પ્રોગ્રામમાં ફિલ્મ અંગે માહિતી આપતાં સોનાક્ષીએ જણાવ્યું કે તેમના સૌથી મોટા ટીકાકાર તો તેમના માતા પૂનમ સિન્હા છે. મારી દરેક હરકત પર મારા માતાની નજર હોય છે. માતા જ મને બતાવે છે કે મારી ઉપર શું સારૂં લાગે છે અને શું નહીં. મેં ફિલ્મમાં કેવી એક્ટિંગ કરી છે. તે પણ મને મારા માતા પાસેથી જ જાણવા મળે છે. તેથી હું તેમની સુચનાઓને ખૂબ જ ગંભીરતાપૂર્વક ફૉલો કરૂ છું.

સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે તેઓ ફિલમો સાઇન કરતા અગાઉ પોતાના માતા-પિતાને જરૂર પૂછે છે, કારણ કે તેઓ બંને અનુભવી છે અને મને યોગ્ય સલાહ આપે છે. જોકે સોનાક્ષી કાયમ લોકોને આ બતાવતાં રહે છે કે પૂનમ સિન્હા તેઓની સૌથી વધુ નજીક છે. પૂનમ જ તેમના બેસ્ટ ફ્રેન્ડ છે. ક્યાંક આની પાછળનું કારણ એ તો નથી કે સામાન્ય રીતે સોનાક્ષી વિશે લોકો વાતો કરે છે કે તેઓ પૂનમ નહીં, પણ તેમના પિતા શત્રુઘ્ન સિન્હાના કોઈક સમયના કથિત ગર્લફ્રેન્ડ રીના રૉયના પુત્રી છે. એ તો સૌ જાણે છે કે સોનાક્ષી બિલ્કુલ રીના જેવાં જ લાગે છે. ખેર આ તો એક ભારે સસ્પેંસ છે, જેના ઉપરથી ક્યારેય પડદો ઉંચકાશે કે નહીં, કંઇ કહી શકાય નહીં.
હાલ તો આપને જણાવી દઇએ કે દબંગ 2 ફિલ્મમાં સોનાક્ષી ફરી એક વાર સલમાન ખાન સાથે નજરે પડવાનાં છે. ફિલ્મ 21મી ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે અને તેના દિગ્દર્શક સલમાનના ભાઈ અરબાઝ ખાન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
