સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ દાખલ, જાણો શું છે વિવાદ?
સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પછી હવે બિગ બોસ વિજેતા અને સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીના શો હફ્તા વસૂલી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
મુનવ્વર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને અશ્લીલતા ફેલાવાના આરોપ લાગ્યા છે. એડવોકેટ અમિતા સચદેવ દ્વારા મુનવ્વર ફારૂકી વિરુદ્ધ નવી દિલ્હી પોલીસને ઈ-મેઈલ દ્વારા ફરિયાદ મોકલી છે.

ફરિયાદમાં કોમેડિયન પર અશ્લીલતા ફેલાવવા, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા, સાંસ્કૃતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવા અને સમાજ અને યુવા પીઢીના મનને પ્રદૂષિત કરવાના આરોપ લગાવ્યા છે.
ફરિયાદ પત્રની એક કોપી સોશિયલ મીડિયા પર શેર કરતા એડવોકેટ સચદેવે લખ્યું કે, મુનવ્વર ફારૂકીના શો હફ્તા વસૂલી વિરુદ્ધ મેં ફરિયાદ દાખલ કરી છે.
આ શો જિઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થયો હતો. ફરિયાદમાં ભારતીય દંડ સંહિતાની કલમ 196, 299 અને 353 સાથે આઇટી એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે.
તેમણે આગળ લખ્યુ કે, મુનવ્વર પર અશ્લીલતાને પ્રોત્સાહન આપવા, ધર્મોનું અપમાન કરવા, સાંસ્કૃતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવા અને યુવા પીઢી અને સમાજને પ્રદૂષિત કરવાના આરોપ છે.
એડવોકેટ સચદેવે જણાવ્યું કે, ફરિયાદ ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી છે અને તેની હાર્ડ કોપી સોમવારે સ્પીડ-પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, જો કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ ન્યાય મેળવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવશે.
જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી કે મુનવ્વર ફારૂકી વિવાદોમાં આવ્યો છે. ગયા વર્ષે એક કોમેડી શો દરમિયાન તેમણે કોંકણી સમાજ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. વિવાદ વધતા મુનવ્વરે સોશિયલ મીડિયા પર વિડિયો જારી કરી લોકોની માફી માંગી હતી.
મુનવ્વરે 2022માં કંગના રણૌતના શો લોકઅપમાં ભાગ લીધો હતો અને પ્રથમ સીઝનના વિજેતા બન્યા હતા. ત્યારબાદ તેઓ સલમાન ખાનના શો બિગ બોસ 17માં પહોંચ્યો અને વિજેતા બન્યો હતો.
મુનવ્વર ફારૂકીનો શો હફ્તા વસૂલી જિઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થયો હતો. આ શોમાં કોમેડિયન દ્વારા ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેને લઈને વિવાદ ઊભો થયો છે. ફરિયાદકર્તાઓનો દાવો છે કે આ શોએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને સમાજમાં અશ્લીલતા ફેલાવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
