Shaktimaan: વર્ષો બાદ સ્ક્રીન પર જોવા મળશે શક્તિમાન, મુકેશ ખન્નાએ એલાન કરતા ચાહકોમાં ખુશીનો માહોલ
Shaktiman: 90ના દાયકાના બાળકોના મનસપંદ હીરો તે શક્તિમાન ફરી એક વખત સ્ક્રીન પર આવી રહ્યો છે. સુપરહીરો ફરી એકવાર સ્ક્રીન પર આવી રહ્યો છે તે સમાચાર સાંભળતાની સાથે જ ચાહકો આ શોને ફરીથી સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે.
અભિનેતા મુકેશ ખન્ના જેમણે શક્તિમાન તરીકે ઘણા વર્ષો સુધી ટીવી પર રાજ કર્યું છે. આ 90 ના દાયકામાં ચાહકોનો પ્રિય શો હતો, આજે પણ લોકો શક્તિમાન જોવાનું પસંદ કરે છે. ત્યારે હવે લાંબા સમય બાદ મુકેશ ખન્નાએ પોતાના શોનું ટીઝર રિલીઝ કર્યું છે, ટ્રેલર જોયા બાદ શક્તિમાન ફરી એક વખત જોવા મળી શકે છે તેવી આશા ફેન્સમાં વધી ગઈ છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ ટ્રીઝર
ઈન્સ્ટાગ્રામ પર પહેલું પોસ્ટર અને ટીઝર શેર કરતા મુકેશ ખન્નાએ લખ્યું, "હવે વાપસીનો સમય આવી ગયો છે... આપણા પ્રથમ ભારતીય સુપર શિક્ષક - સુપર હીરો... હા! આજના બાળકો પર અંધકાર અને દુષ્ટતાનો પ્રભાવ વધી રહ્યો છે. ..તેના માટે તે આજની પેઢી માટે એક સંદેશ લાવશે.
ચાહકોમાં ખુશીઓનો માહોલ
મુકેશ ખન્નાએ આ પોસ્ટ પોસ્ટ કરતાની સાથે જ કોમેન્ટ સેક્શનમાં લહેર ફેલાઈ ગઈ હતી અને ચાહકોએ તેમના બાળપણને યાદ કરીને 'શક્તિમાન'ની વાપસી અંગે તેમની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું.

એક ચાહકે લખ્યું, "મેં આ જોવા માટે ઘણી વખત શાળાને બંક કરી છે." અન્ય એક ચાહકે લખ્યું, "પ્રતીક્ષા સાહેબ.. સૌથી શક્તિશાળી સુપરહીરો.. આપણો શક્તિમાન." અન્ય એક ચાહકે ટિપ્પણી કરી, "સર ખૂબ જ ઉત્સાહિત, અને સર્વશ્રેષ્ઠ."
1997થી પ્રસારિત થયો હતો શૉ
ટીઝર મોટે ભાગે 'શક્તિમાન'ના જૂના એપિસોડની કેટલીક ઝલક બતાવે છે, અને અંતે શક્તિમાનને ગાતો પણ બતાવવામાં આવ્યો છે, જે ચાહકો માટે વધુ રોમાંચક ક્ષણ લાવે છે. તમને જણાવી દઈએ કે આ શો ડીડી નેશનલ પર 13 સપ્ટેમ્બર 1997 થી 27 માર્ચ 2005 સુધી પ્રસારિત થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
