મહેશ ભટ્ટની મિસ્ટર એક્સના શ્રીગણેશ, ઇમરાને ધર્યો વિચિત્ર લુક!
મુંબઈ, 17 ફેબ્રુઆરી : બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમી હવે ચિંતામુક્ત છે અને તેમણે પોતાની આગામી ફિલ્મ મિસ્ટર એક્સ માટેનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે પોતાની આગામી ફિલ્મ મિસ્ટર એક્સના શ્રીગણેશની જાહેરાત સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર ઉપર કરી છે. ભટ્ટે ટ્વીટ કર્યું - શો ટાઇમ! મિસ્ટર એક્સની મુખ્ય ફોટોગ્રાફી આજે (રવિવારે) શરૂ થાય છે. તેમણે ટ્વીટ સાથે જ અભિનેતા ઇમરાન હાશમી અને દિગ્દર્શક વિક્રમ ભટ્ટની તસવીરો પણ પોસ્ટ કરી છે કે જેમાં ઇમરાન હાશમીનો ફર્સ્ટ લુક દેખાય છે. મિસ્ટર એક્સની સ્ક્રિપ્ટ શગુફ્તા રફીકે લખી છે અને દિગ્દર્શન વિક્રમ ભટ્ટ કરી રહ્યાં છે.
ઇમરાન હાશમીના પુત્રને થોડાક દિવસ અગાઉ કૅંસરનું નિદાન થયુ હતું કે જેથી મિસ્ટર એક્સનું શૂટિંગ અવરોધાયુ હતું. ઇમરાનના પુત્રની સફળ સર્જરી બાદ હવે ઇમરાન હાશમી ચિંતામુક્ત થઈ ગયાં છે અને મિસ્ટર એક્સના શૂટિંગમાં જોતરાઈ ગયાં છે. ઇમરાન છેલ્લે વિદ્યા બાલન સાથે ઘનચક્કર ફિલ્મમાં દેખાયા હતાં કે જે ફ્લૉપ નિવડી હતી.
ચાલો જોઇએ તસવીરી ઝલક :

મિસ્ટર એક્સના શ્રીગણેશ
ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે પોતાની આગામી ફિલ્મ મિસ્ટર એક્સના શ્રીગણેશની જાહેરાત સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર ઉપર કરી છે. ભટ્ટે ટ્વીટ કર્યું - શો ટાઇમ! મિસ્ટર એક્સની મુખ્ય ફોટોગ્રાફી આજે (રવિવારે) શરૂ થાય છે.

તસવીર પોસ્ટ
મહેશ ભટ્ટે ટ્વીટ સાથે જ અભિનેતા ઇમરાન હાશમી અને દિગ્દર્શક વિક્રમ ભટ્ટની તસવીરો પણ પોસ્ટ કરી છે કે જેમાં ઇમરાન હાશમીનો ફર્સ્ટ લુક દેખાય છે.

વિચિત્ર લુક
ઇમરાન હાશમીએ મિસ્ટર એક્સ ફિલ્મમાં કંઇક આવો વિચિત્ર લુક ધારણ કર્યો છે.

ચિંતામુક્ત ઇમરાન
ઇમરાન હાશમીના પુત્રને થોડાક દિવસ અગાઉ કૅંસરનું નિદાન થયુ હતું કે જેથી મિસ્ટર એક્સનું શૂટિંગ અવરોધાયુ હતું. ઇમરાનના પુત્રની સફળ સર્જરી બાદ હવે ઇમરાન હાશમી ચિંતામુક્ત થઈ ગયાં છે અને મિસ્ટર એક્સના શૂટિંગમાં જોતરાઈ ગયાં છે.

ઘનચક્કર ફ્લૉપ
ઇમરાન હાશમીની છેલ્લી ફિલ્મ ઘનચક્કર હતી કે જેમાં તેઓ વિદ્યા બાલન સાથે દેખાયા હતાં. આ ફિલ્મ ફ્લૉપ નિવડી હતી.

વ્યસ્ત છે ઇમરાન
ઇમરાન હાશમી એક વ્યસ્ત અભિનેતા છે. તેમની આગામી ફિલ્મોમાં મિસ્ટર એક્સ ઉપરાંત ઉંગલી, બદતમીઝ, બદતમીઝ દિલ અને પાવરનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
