Most Popular Celebs 2024 : 2024નું વર્ષ આ બોલિવૂડ સ્ટારના નામે રહ્યું, જાણો લિસ્ટમાં કોના કોના નામ?
IMDb Most Popular Celebs 2024 : 2024 નું વર્ષ પુરૂ થવામાં છે અને નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. આ વર્ષે બોલિવૂડમાં ઘણી હસ્તીઓ છવાયેલી રહી.
હાલમાં જ IMDb એ 2024ના સૌથી લોકપ્રિય બોલિવૂડ સ્ટાર્સની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં મોટા સ્ટાર્સની જગ્યાએ એવા નામ છે જે તમને ચૌકાવશે.

તૃપ્તિ ડિમરી
IMDb 2024ના સૌથી લોકપ્રિય સ્ટાર્સની યાદીમાં તૃપ્તિ ડિમરી સૌથી ઉપર છે. તે એનીમલમાં ભાભી 2 નું પાત્ર ભજવીને છવાયેલી રહી. તેણીએ શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણને પાછળ છોડ્યા છે.
જણાવી દઈએ કે, IMDb એ 2024 ના ટોપ 10 સૌથી પ્રખ્યાત ભારતીય સ્ટાર્સની જાહેરાત કરી છે. આ લિસ્ટ 250 મિલિયનથી વધુ માસિક મુલાકાતીઓના પેજ દ્વારા નક્કી થાય છે. રણબીર કપૂરની બ્લોકબસ્ટર એનિમલમાં ભાભી 2નું પાત્ર ભજવીને તૃપ્તિ ડિમરી રાતોરાત લોકપ્રિય બની ગઈ.
તૃપ્તિ ડિમરી આ વર્ષે ત્રણ ફિલ્મોમાં જોવા મળી. જેમાં બેડ ન્યૂઝ, વિકી વિદ્યા કા વો વાલા વીડિયો અને ભૂલ ભુલૈયા 3 પણ સામેલ છે. તૃપ્તીએ પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા અને સોશિયલ મીડિયા પર છવાયેલી રહી.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ આ લિસ્ટમા બીજા નંબરે છે. તેણે આ વર્ષે ત્રણ શાનદાર ફિલ્મો આપી છે. ફાઈટર, કલ્કી 2898 એડી અને સિંઘમ અગેઈનમાં જોવા મળી છે. હવે તે તેની દિકરીની સંભાળ રાખવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે.
ઈશાન ખટ્ટર
IMDbની આ યાદીમાં ઈશાન ખટ્ટરનું નામ ત્રીજા નંબર પર છે. અમે તમને જણાવી દઈએ કે તેણે તેની બીજી આંતરરાષ્ટ્રીય ટીવી શ્રેણી ધ પરફેક્ટ કપલમાં તેની ભૂમિકાથી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે.
IMDb લિસ્ટમાં અન્ય સ્ટાર્સની વાત કરીએ તો શાહરૂખ ખાનને ચોથું સ્થાન મળ્યું છે. શોભિતા ધુલીપાલા 5મા ક્રમે અને શર્વરી વાઘ 6મા ક્રમે છે. ઐશ્વર્યા રાયનું નામ 7માં નંબર પર છે જ્યારે આલિયા ભટ્ટનું નામ 9માં નંબર પર છે. પ્રભાસ લિસ્ટમાં 10માં નંબરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
