જાણો કોણ છે ભારતની સૌથી સુંદર મહિલા સેલેબ્રિટીઓ?
ભારતમાં અનેક સુંદર મહિલા સેલેબ્રિટી છે. જે સાચા અર્થમાં બ્યૂટી વીથ બ્રેઇન છે. તેમની ટેલેન્ટ તેમની સુંદરતા કરતા પણ વધુ સુંદર છે. અને તેમની જ આ જ યુનિકનેસ તેમને વિશ્વ ફલક પર એક ખાસ ઓળખ આપે છે. ત્યારે કોણ છે આ ભારતની મહિલા સેલેબ્રિટીઝ જેમની પાસે નેમ, ફેમ, અને મની બધુ જ છે. તે વિષે જાણો નીચેના આ આર્ટીકલમાં.
નોંધનીય છે કે આ લિસ્ટ બનાવવા જઇએ તો ખૂબ જ લાંબુ બની શકે છે. પણ તેમ છતાં અમે તેમાંથી કેટલીક જ મહિલાઓને આ લિસ્ટમાં સમાવી છે. જો કે તેને પહેલા, બીજો તેવો કોઇ ક્રમ નથી આપ્યો કારણે કે તે તમામ મહિલાઓ તેમની યુનિકનેસના લીધે, કાં તો તેમની ટેલેન્ટ કે સુંદરતાના લીધે સર્વશ્રેષ્ઠ જ છે. તો જાણો કોણ કોણ છે ભારતની સુંદર મહિલા સેલેબ્રિટીઓ...

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટના આઇક્યૂ અને સામાન્ય જ્ઞાનને લઇને તેની અનેક વાર જાહેરમાં ઉડાવવામાં આવી છે. પણ મોટી વાત એ છે કે તમને મજાક પચાવીને દુનિયાને ફેસ કેવી રીતે કરો છો. તે વાત આ આટલી નાની છોકરીમાંથી શીખવા જેવી છે.

દિપીકા પાદુકોણ
એક જાણીતી સેલેબ્રિટી હોવા છતાં પોતાના નામને ખોવાની ડર છતાં દિપીકાએ બધાને સામે કબૂલ્યુ હતું કે તે ડિપ્રેશનનો શિકાર છે. આવી હિંમત હોવી તે પણ ત્યારે જ્યારે તમે તમારી કારકિર્દીના ટોપમાં હોવ મોટી વાત છે.

ઇલિયાના ડિક્રૂઝ
જ્યારે ઇલિયાનાએ સાઉથની ફિલ્મોમાં કામ શરૂ કર્યું ત્યારે લોકો તેને ગર્લ નેક્ટ ડોર કહેતા હતા. પણ તેણે પોતાની સુંદરતા અને ટેલેન્ટથી તમામ સીમાડાઓ તોડી દીધા. તે બોલીવૂડમાં પણ સક્સેસફૂલ છે, સાઉથમાં પણ અને વિદેશના અનેક જાણીતા મેગેઝિન પણ તેને કવરગર્લ છે.

શ્રદ્ધા કપૂર
તેની ગાળામાં જેટલી મીઠાશ છે તેટલી તેટલું આકર્ષણ તેની સુંદરતામાં પણ છે. શ્રદ્ધા ટેલેન્ટ અને બ્યૂટીનું અદ્ધભૂત મિશ્રણ છે.

સાનિયા મિર્ઝા
દ્રઢ નિશ્ચય, અનાગ મહેનત અને સતત લડતા રહેવું આ વાતના અર્થ સમજવા હોય તો સાનિયા મિર્ઝાને જોઇ લો.

ચિત્રાગંના સિંહ
એક બાળકની માતા અને પતિ સાથે છૂટાછેડા લીધા પછી પણ આર્ટી ફિલ્મો હોય કે કોમર્શિયલ બન્નેમાં પોતાની ઓળખ કેવી રીતે બનાવી રાખવી તે આ છોકરી સારી રીતે જાણે છે.

તમન્ના
નખશિખ સુંદરતા કોને કહેવાય તે સમજવું હોય તો એકવાર તો તમન્નાની તસવીર જોવી જ પડે!

સોનમ કપૂર
સ્ટાઇલીશ કેવી રીતે રહેવાય? તે જાણવું હોય તો તમારે સોનમ કપૂરને જોવી જ પડે. અને નોંધનીય છે કે દરેક કપડામાં અને દરેક સ્ટાઇલમાં સુંદર દેખાવવું દરેકના બસની વાત નથી. તો આ માટે તો સોનમને ક્રેડિટ આપવી જ રહી.

શિલ્પા શેટ્ટી
શિલ્પાએ ભારતમાં જ નહીં વિદેશમાં પણ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. અને તે માટે જ તે પણ આ લિસ્ટમાં છે.

સમન્થા
આ સાઉથની સ્ટારને ગ્રીક ગોડ તરીકે જોવામાં આવે છે. અને તે પણ બ્યૂટી વિથ બેઇન છે.

દિયા મિર્ઝા
દિયા મિર્ઝાએ બ્યૂટીક્વિનનો ખિતાબ જીત્યા પછી પણ અનેક તેવા કામ કર્યા છે જે તેમને ખાલી તેને તેની સુંદરતા માટે જ નહીં પણ તેના સુંદર હદય માટે પણ પોપ્યુલર બનાવે છે.

સુસ્મિતા સેન
સુસ્મિતા સેન વિષે કંઇ પણ કહેવું કદાચ ઓછું જ પડશે. બસ તે આ લિસ્ટમાં સામેલ હોવાના તમામ હક ધરાવે છે તેવું કહેવું જ યોગ્ય રહેશે.

સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રેએ પણ બોલીવૂડની એક અનોખી અભિનેત્રી તરીકે યાદ કરવામાં આવશે.

કેટરીના કૈફ
કોઇ બીજા જ દેશમાં જઇને ત્યાંથી ભાષા શીખીને પોતાની નામ અને કામ કમાવવું કંઇક તેટલું પણ સરળ નથી અને આ વાત કેટરીના કૈફ જોડેથી શીખવા જેવી છે.

પ્રિયંકા ચોપડા
દરેક વસ્તુમાં તેમ જ જીતો તેવું કદી બન્યું છે? પછી તે બ્યૂટીકોન્ટેસ્ટ હોય, બોલીવૂડ હોય કે હોલીવૂડ. સફળતાની નવી ઊંચાઇઓ કેવી રીતે બનાવાય તે શીખવું હોય તો જાણો પ્રિયંકા ચોપડાને.

માધુરી દિક્ષિત
બોલીવૂડમાં મહિલા હિરો તરીકે સફળ ફિલ્મો આપનારી મહિલાઓ ખુબ જ ઓછી અને આ લિસ્ટમાં માધુરીનું નામ જરૂરથી આવે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન
એક બાળકની માતા હોવાની સાથે 42 વર્ષે પણ ગજબનું સુંદર દેખાવવું કોઇ નાની વાત નથી. આ વાત સાબિત કરી આપી છે ઐશ્વર્યા રાય બચ્ચને.

નીતિ મોહન
સુંદરતા અને સૂરલા અવાજ બન્નેની મહારાણી હોવાનું યુનિક કોમ્બિનેશન એટલે નીતિ મોહન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
