Money Laundering Case: જેકલીન ફર્નાન્ડિઝના જામિન ટળ્યા, હવે તારીખે થશે સુનવણી
મહાથુગ સુકેશ ચંદ્રશેખરની કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝની ધરપકડની સતત માંગ થઈ રહી છે. આવી સ્થિતિમાં સોમવારે દિલ્હીના પટિયાલા હાઉસમાં આરોપ ઘડવાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવ
મહાથુગ સુકેશ ચંદ્રશેખરની કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની ધરપકડની સતત માંગ થઈ રહી છે. આવી સ્થિતિમાં સોમવારે દિલ્હીના પટિયાલા હાઉસમાં આરોપ ઘડવાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે કોર્ટે આ મામલે નિર્ણય લીધો છે કે હવે તેની સુનાવણી 20 ડિસેમ્બરે થશે.

20 ડિસેમ્બરે ટળી સુનવણી
ANIના અહેવાલ અનુસાર જેકલીન ફર્નાન્ડિઝ 12 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે કોર્ટમાં પહોંચી હતી. જે બાદ જેકલીન ફર્નાન્ડિસ સામેના આરોપો પર સુનાવણી 20 ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. અગાઉ, જેકલીન ફર્નાન્ડિસની વચગાળાની જામીન 10 નવેમ્બરે સમાપ્ત થઈ હતી. ત્યારબાદ પટિયાલા હાઉસ કોર્ટે તેને 2 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જો કે જેકલીન ફર્નાન્ડિસ કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકે નહીં.

અભિનેત્રી પર લાગ્યો ગંભીર આરોપ
ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત સુકેશ અને જેકલીનનો પરિચય કરાવનાર પિંકી ઈરાનીની પણ EOW દ્વારા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય દિલ્હી પોલીસે આ કેસમાં નોરા ફતેહીની પૂછપરછ કરી છે.

પિંકી ઇરાનીને કરાઇ ગિરફ્તાર
તમને જણાવી દઈએ કે EDની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં પિંકી ઈરાની પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે જેકલીનને હીરાની વીંટી આપી હતી. આ સિવાય બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ અને મોડલ્સ તેના મિત્રો છે. તે તમામ અભિનેત્રીઓનો પરિચય સુકેશ ચંદ્રશેખર સાથે કરાવતી હતી. આ તમામ આરોપોના આધારે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે, દિલ્હી પોલીસ તેમના જવાબોથી વધુ સંતોષ મેળવી શકી ન હતી. જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ આ મામલે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
