Money Laundering Case: જેકલીન ફર્નાન્ડિઝને મળી રાહત, આ તારીખે થશે આગલી સુનવણી
મહા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે નામ જોડાયા બાદ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. જેકલીન સતત પોતાનું કામ છોડીને કોર્ટના ચક્કર લગાવવા પડે છે. આ મામલાની સુનાવણી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થવાની હતી. જેન
મહા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે નામ જોડાયા બાદ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. જેકલીન સતત પોતાનું કામ છોડીને કોર્ટના ચક્કર લગાવવા પડે છે. આ મામલાની સુનાવણી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થવાની હતી. જેના માટે અભિનેત્રી પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. ઉલ્લેખનિય છેકે અભિનેત્રી પર લાગેલા આરોપો પર કોઈ ચર્ચા થઈ ન હતી. આવી સ્થિતિમાં આ કેસની સુનાવણી હવે 12 ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.

12 ડિસેમ્બર સુધી ટળી સુનવણી
તમને જણાવી દઈએ કે ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન સતત મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. જ્યારથી EDએ ચાર્જશીટમાં અભિનેત્રીને આરોપી જાહેર કરી છે ત્યારથી અભિનેત્રીની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અભિનેત્રીને આ મામલે સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે તમામ સવાલો છતાં EDને આ મામલે કોઈ મોટા પુરાવા મળ્યા નથી. હવે કોર્ટ જેકલીનની બરાબર 18 દિવસ પછી એટલે કે 12મી ડિસેમ્બરે પૂછપરછ કરશે.
ઘણા સમયથી થઇ રહી છે પુછપરછ
આ પહેલા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની વચગાળાની જામીન 15 નવેમ્બર સુધી લંબાવી હતી. તે જ સમયે, EDએ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની ઘણી વખત પૂછપરછ કરી છે. બંને અભિનેત્રીઓએ તેમના નિવેદનો નોંધ્યા હતા. સમાચાર હતા કે જેકલીન ફર્નાન્ડીઝ સુકેશને ડેટ કરી રહી છે. તમને જણાવી દઈએ કે પોલીસે સુકેશ ચંદ્રશેખરની ધરપકડ કરી લીધી છે અને તે હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
