#FirstLook: કમબેક શ્રીદેવીનું, પણ છવાઇ ગયા નવાઝુદ્દીન સિદ્દીકી!
શ્રીદેવીની આગામી ફિલ્મ 'મૉમ'ના નવા પોસ્ટરમાં વિલન નવાઝુદ્દીન સિદ્દીકીનો લૂક જોઇને તમે પણ ચોંકી જશો.
શ્રીદેવી ફિલ્મ 'મૉમ' થી બીજીવાર બોલિવૂડ માં કમબેક કરવા જઇ રહી છે. આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મમાં વિલનનો રોલ પ્લે કરી રહેલાં નવાઝુદ્દીન સિદ્દીકી નો ફર્સ્ટ લૂક જોવા મળે છે. શ્રીદેવીની આ નવી ફિલ્મ 7 જુલાઇના રોજ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ નેગેટિવ રોલમાં જોવા મળશે. ઇંગ્લિશ વિંગ્લિશ બાદ શ્રીદેવીની આ બીજી કમબેક ફિલ્મ છે.

નવાઝુદ્દીન સિદ્દીકી
આ ફિલ્મનો નવાઝનો પહેલો લૂક જોઇને સૌ કોઇ દંગ છે. આ વર્ષે નવાઝની દરેક ફિલ્મમાં દર્શકોને કંઇક સરપ્રાઇઝ મળશે. તે દરેક ફિલ્મમાં અલગ અલગ અવતારમાં જોવા મળશે. આ વર્ષે નવાઝની બાબૂમોશાય, બંદૂકબાજ, મુન્ના માઇકલ, મંટો ઓર મૉમ એમ ચાર ફિલ્મ રિલીઝ થનાર છે. નવાઝની જેમ ઘણા એક્ટર્સ ફિલ્મમાં પોતાના સ્પેશિયલ રોલ માટે સાવ અલગ જ અવતારમાં જોવા મળ્યાં છે.

રાજકુમાર રાવ
થોડા દિવસ પહેલાં જ સુશાંત અને કૃતિની આગામી ફિલ્મ 'રાબતા'નો રાજકુમાર રાવનો લૂક જાહેર કરવામાં આવ્યો હતો. મેકઅપ સાથે અહીં રાજકુમાર રાવને ઓળખવા પણ મુશ્કેલ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ કેમિયો રોલ પ્લે કરી રહ્યાં છે, તેમના પાત્રની ઉંમર છે 324 વર્ષ. આ ફિલ્મમાં રાજકુમારનો કેમિયો ખૂબ દમદાર હોવાનું કહેવાય છે. ફિલ્મમાં તેના મેકઅપ માટે લોસ-એન્જલસથી ખાસ ટીમ બોલાવવામાં આવી હતી.

અક્ષય કુમાર
રજનીકાંતની આગામી ફિલ્મ 2.0માં અક્ષય કુમાર વિલનન રોલમાં છે અને આ ફિલ્મ માટે અક્ષયનો લૂક કંઇક આ પ્રકારનો છે. આ પહેલાં ક્યારેય અક્ષય આવા અવતારમાં જોવા મળ્યા નથી. અક્ષયે આ અંગે કહ્યું હતું કે, છેલ્લા 27 વર્ષમાં ક્યારેય નહીં કર્યો હોય એટલો મેકઅપ મેં આ ફિલ્મ માટે કર્યો છે.

શાહરૂખ ખાન
શાહરૂખ પોતાના લૂક્સ સાથે એક્સપરિમેન્ટ કરતાં રહે છે. પરંતુ ફિલ્મ ફેનમાં તેમનો જે લૂક જોવા મળ્યો, તે સાવ અલગ હતો. જો કે, આમાં મેકઅપની સાથોસાથ સ્પેશિયલ ઇફેક્ટ અને કેમેરાની પણ કમાલ હતી.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનો ફિલ્મ 'પા' માટેનો આ લૂક કેમ ભૂલાય? આ ફિલ્મમાં અમિતાભે પ્રોગેરિયાથી પીડિત બાળકનો રોલ પ્લે કર્યો હતો. આ લૂક સાથે બિગ બીને ઓળખવા પણ અશક્ય હતા. માત્ર તેમના અવાજને કારણે જ ખબર પડતી હતી કે આ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં તેમનો મેકઅપ સ્ટીફન ડ્યૂપિસે કર્યો હતો.

હૃતિક રોશન
ધૂમ 2માં હૃતિક રોશન વિલનના રોલમાં જોવા મળ્યાં હતા, હૃતિકનો રોલ ચાલાક ચોરનો હતો. જેમાં તેમના અનેક અવતાર હતા. આ ફિલ્મમાં હૃતિકના 11થી વધુ અવતાર જોવા મળ્યાં હતા.

રણબીર કપૂર
બરફીમાં રણબીર કપૂર પણ બે અવતારમાં જોવા મળ્યાં હતા. ફિલ્મના છેલ્લા કેટલાક સિનમાં રણબીરે વૃદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું.
{promotion-urls}
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
