આશિકી 2ની સફળતાનો શ્રેય પત્ની ઉદિતાને આપતાં મોહિત
મુંબઈ, 1 મે : બૉલીવુડ ફિલ્મકાર મોહિત સુરી કહે છે કે આશિકી 2 ફિલ્મમાં જે આદર્શ પ્રણય-કથાનું ચિત્રણ તેઓ કરી શક્યાં છે, તેની પ્રેરણા તેમના પત્ની ઉદિતા ગોસ્વામીએ આપી છે. તેથી જ ફિલ્મના સફળતાનો સમગ્ર શ્રેય તેમની ખૂબ જ પ્રેમ કરનાર પત્નીને ફાળે જાય છે. ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ આશિકી 2એ પ્રથમ ત્રણ દિવસમાં જ 20 કરોડની કમાણી કરી છે.

મોહિત સુરીએ જણાવ્યું - લોકો કહે છે કે જે પ્રકારનો આદર્શ પ્રેમ મેં ફિલ્મમાં દર્શાવ્યો છે, તે આજે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. હું તેમને કહુ છું, મારા ઘરે આવી જુઓ, એવો જ પ્રેમ કરનાર કોઇક મારા જીવનમાં છે. ઉદિતા વગર શરતે મારો ખ્યાલ રાખે છે, મને પ્રેમ કરે છે. હું ફિલ્મનો સમગ્ર શ્રેય ઉદિતાને આપુ છું.
મોહિતે જણાવ્યું - વીતેલું વર્ષ તેમના માટે ખૂબ જ ખરાબ રહ્યું. લોકોને લાગતું હતું કે હું નવા કલાકારો સાથે ફિલ્મ નથી બનાવી શકતો. મારી ફિલ્મ જોવા દર્શકો થિયેટર નહીં જાય, પણ હું આ વખતે અડગ હતો કે મારી ફિલ્મના મુખ્ય પાત્રો આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર જ રહેશે. ફિલ્મના સ્ક્રિપ્ટ લેખક શગૂફ્તા રફીક તેમજ મેં આદિત્ય-શ્રદ્ધાની પસંદગી કરી હતી.
રસપ્રદ વાત એ છે કે મોહિત સુરીએ શ્રદ્ધા કપૂરને અગાઉ પણ પોતાની ફિલ્મની ઑફર કરી હતી, પણ તેમણે ઇનકાર કર્યો હતો. સુરી કહે છે - અમે આશિકી 2 ફિલ્મના મુખ્ય કલાકારો માટે નવા ચહેરા લેવાની યોજના બનાવી હતી, પરંતુ અનેક ઑડિયંસ લીધા બાદ પણ કોઈ રાસ ન આવ્યું. સુરી અગાઉ કલયુગ તથા મર્ડર 2 જેવી ફિલ્મો બનાવી ચુક્યાં છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
