બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારીમાં મિયા ખલિફા? બહુ જલ્દી મોટા હિન્દી રિયાલિટી શોમાં જોવા મળી શકે છે
એડલ્ટ ફિલ્મ ઈન્ડ્રસ્ટી છોડી ચુકેલી મિયા ખલિફા બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારી કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સમાચારો પર વિશ્વાસ કરીએ તો બહુ જલ્દી મિયા ખલિફા બોલિવૂડના સૌથી મોટા રિયાલિટી શોમાં જોવા મળી શકે છે.
અહેવાલો અનુસાર, મિયા ખલિફા સલમાન ખાન હોસ્ટ બિગ બોસ ઓટીટી 2માં જોવા મળી શકે છે. મેકર્સ આ શોની તૈયારી કરી રહ્યા છે અને આ વખતે સ્પર્ધકોની યાદી પણ ખૂબ જ શાનદાર બનવાની છે. મિયા ખલિફાની એન્ટ્રી શોને ચાર ચાંદ લગાવશે.

અહેવાલો અનુસાર, બિગ બોસના મેકર્સે શો માટે મિયા ખલિફાનો સંપર્ક કર્યો છે. જો કે, મિયા ખલીફા તરફથી કોઈ જવાબ આવ્યો નથી. અત્યારે માત્ર મિયા અને મેકર્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો મિયા ખલિફા હા કહેશે તો આ તેનો પહેલો હિન્દી શો હશે.
તમને જણાવી દઈએ કે, બિગ બોસના મેકર્સે આ પહેલા પણ મિયા ખલિફાનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે કોઈ કારણોસર નહોંતી આવી શકી. હવે આ વખતે તે જોવા મળી શકે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બિગ બોસના કારણે ઘણા સ્ટાર્સના કરિયર પાટા પર ચડી ગયા છે. આમાં સૌથી મોટુ નામ સની લિઓનનું છે. સની લિયોન બિગ બોસમાં આવ્યા બાદ બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે.
મિયા ખલીફા હવે એડલ્ટ ફિલ્મો છોડીને કરિયરને આગળ વધારવા માંગે છે. બિગ બોસનો ભાગ બનવું તેના માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. જો કે, મિયા આ શોમાં કામ કરશે કે નહીં તે પણ ટૂંક સમયમાં જાણી શકાશે. તમને જણાવી દઈએ કે બિગ બોસ ઓટીટી 2 17 જૂનથી જિયો સિનેમા પર સ્ટ્રીમ કરાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
