આલોકનાથને માફ કરવા તૈયાર વીંટા નંદા, પરંતુ પસ્તાવો તો દેખાડે
ખુલ્લો પત્ર લખીને આલોકનાથ પર રેપ અને યૌન શોષણનો આરોપ લગાવનાર લેખક વીંટા નંદા એ કહ્યું કે તેઓ અલોકનાથને માફ કરવા માટે તૈયાર છે.
ખુલ્લો પત્ર લખીને આલોકનાથ પર રેપ અને યૌન શોષણનો આરોપ લગાવનાર લેખક વીંટા નંદા એ કહ્યું કે તેઓ અલોકનાથને માફ કરવા માટે તૈયાર છે. વીંટા નંદા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો આલોકનાથ થોડો પણ પસ્તાવો બતાવે તો, તેઓ માફ કરવા માટે તૈયાર છે. મંગળવારે જ વીંટા નંદાની ફરિયાદ પર આલોકનાથ પર રેપ આરોપમાં એફઆઈઆર નોંધાઈ ચુકી છે. મુંબઈની ઓશિવારા પોલીસે આઇપીસી ધારા 376 (રેપ) હેઠળ એફઆઈઆર નોંધી છે.
આ પણ વાંચો: આલોકનાથ મારી સામે કપડાં ઉતારવા લાગ્યા અને મને જબરજસ્તી પકડી લીધી: હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર

વીંટા નંદાએ કહ્યું, થોડો તો પસ્તાવો દેખાડો
19 વર્ષના દર્દથી પસાર થયા પછી પણ લેખક વીંટા નંદા અલોકનાથને માફ કરવા માટે તૈયાર છે. વીંટા નંદા કહે છે કે તેઓ બદલો નથી ઈચ્તા, તેઓ સુધાર ઈચ્છે છે, થોડો તો પસ્તાવો દેખાડો, જેથી મને ખબર પડે કે તમે બીજી કોઈ મહિલા સાથે એવું નહીં કરો જેવું મારી સાથે કર્યું છે. વીંટા નંદા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અલોકનાથમાં તેમને હજુ પણ બેશર્મીનો એટીટ્યુડ દેખાઈ રહ્યો છે. જો આવું જ ચાલશે તો ન્યાય માટે અંત સુધી લડાઈ લડશે.

આલોકનાથ વિરુદ્ધ રેપ આરોપમાં એફઆઈઆર
ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર આલોકનાથ વિરુદ્ધ ઓશિવારા પોલીસે રેપ આરોપમાં એફઆઈઆર નોંધી લીધી છે. મુંબઈ પોલીસ સીપી મનોજ શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે લેખક વિટા નંદાની ફરિયાદ પર એક્શન લેતા ઓશિવારા પોલીસે આલોકનાથ પર આઇપીસી ધારા 376 (રેપ) હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. વીંટા નંદા ઘ્વારા જણાવવામાં આવ્યું કે એફઆઈઆર તેને મંગળવારે જ નોંધાવી હતી પરંતુ મીડિયામાં આ વાત બુધવારે આવી.

દારૂ પીધા પછી અલોકનાથનું વ્યક્તિત્વ બિલકુલ બદલાઈ જતું
પરદેશ, કભી ખુશી કભી ગમ અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોમાં આલોકનાથ સાથે કામ કરી ચુકેલી હિમાની શિવપુરીએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જો તેમને આવું કર્યું છે તો તે ખુબ જ ખરાબ છે. તમે પોતાની તાકાતના દમ પર કોઈ મહિલાને મજબુર નહીં કરી શકો. આ મહિલાઓ માટે ખુબ જ મુશ્કિલ છે. હિમાની શિવપુરીએ આગળ જણાવ્યું કે આલોકનાથ દિવસમાં શૂટ કરતા સમયે ઠીક રહેતા હતા પરંતુ રાત્રે દારૂ પીધા પછી તેમનામાં બદલાવ આવી જતો હતો.

સંધ્યા મૃદુલ
એટલું જ નહીં પરંતુ સંધ્યા મૃદલ ઘ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આલોકનાથ દારૂના નશામાં તેના રૂમમાં ઘૂસી આવ્યા અને તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. આ સમયે MeToo કેમ્પેઇને ઘણા લોકોની કાળી કરતૂતો ખોલી નાખી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
