#MeToo: તનુશ્રી દત્તા-નાના પાટેકર કેસમાં ડેઝી શાહને સમન, મુંબઈ પોલિસ કરશે પૂછપરછ
અભિનેતા નાના પાટેકર સામે તનુશ્રી દત્તાના યૌન શોષણની ફરિયાદ મામલે મુંબઈ પોલિસે ડેઝી શાહને સમન મોકલ્યા છે. પોલિસે ડેઝી શાહને સમન મોકલીને પોતાનું નિવેદન નોંધાવવા માટે કહ્યુ છે.
અભિનેતા નાના પાટેકર સામે તનુશ્રી દત્તાના યૌન શોષણની ફરિયાદ મામલે મુંબઈ પોલિસે ડેઝી શાહને સમન મોકલ્યા છે. પોલિસે ડેઝી શાહને સમન મોકલીને પોતાનું નિવેદન નોંધાવવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર વર્ષ 2008માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ' ના સેટ પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ફિલ્મમાં તનુશ્રી એક આઈટમ નંબર કરી રહી હતી. જેના શૂટિંગ દરમિયાન તેમણે પાટેકર પર આ આરોપ લગાવ્યા. તે સમયે અભિનેત્રી ડેઝી શાહ આ ગીતમાં આસિસટન્ટ કોરિયોગ્રાફર હતી.

ડેઈઝી શાહનું નિવેદન નોંધશે પોલિસ
તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવીને મુંબઈ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી. આના પર કાર્યવાહી કરીને મુંબઈ પોલિસે અભિનેત્રી ડેઝી શાહને સમન મોકલીને પોતાનું નિવેદન નોંધાવવા માટે કહ્યુ છે. ડેઝી શાહ 2008માં તે ગીતની કોરિયોગ્રાફર હતી જેના શૂટિંગ દરમિયાન તનુશ્રીએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ડેઝી શાહ તનુશ્રીના સમર્થનમાં પહેલા પણ મીડિયામાં પોતાનું નિવેદન આપી ચૂકી છે.

તનુશ્રીએ દસ વર્ષ પહેલા લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ
તનુશ્રી દત્તાએ થોડા સમય પહેલા મીડિયા સાથે વાતચીતમાં ફરીથી પાટેકર સામે લગાવેલા યૌન શોષણના આરોપો પર બોલ્યુ હતુ. તનુશ્રીએ કહ્યુ હતુ કે હોર્ન ઓકે પ્લીઝના સેટ પર પાટેકરે તેનુ યૌન શોષણ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે પાટેકરે મેકર્સને ગીતમાં તેની સાથે એક ઈન્ટીમેટ સ્ટેપની પણ ડિમાન્ડ કરી હતી. તનુશ્રીના જણાવ્યા મુજબ ગીતના કોન્ટ્રાક્ટમાં આવો કોઈ સીન નહોતો.

નાના પાટેકરે આરોપો ગણાવ્યા ખોટા અને પાયાવિહોણા
તેમણે એ પણ કહ્યુ કે પાટેકરે એમએનએસ પાર્ટી અને પ્રોડ્યુસર્સે સેટ પર મીડિયાને બોલાવ્યા હતા. એમએનએસ પાર્ટીએ તનુશ્રીની ગાડીમાં તોડફોડ કરી હતી અને સેટ પર ઘણી બબાલ મચાવી હતી. આ વીડિયો પણ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જો કે નાના પાટેકરે આ બધા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યુ કે તનુશ્રીએ આ આરોપ દસ વર્ષ પહેલા કેમ ન લગાવ્યા અને હવે તે કેમ આ વાતો કહી રહી છે. નાના પાટેકરે તનુશ્રી પર માનહાનિનો કેસ પણ કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
