Me Too: આલોક નાથે મારી સાથે પણ ખોટુ કરવાની કોશિશ કરી હતીઃ હિમાની શિવપુરી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંસ્કારી એક્ટર આલોકનાથ પર લાગેલા બળાત્કાર અને યૌન શોષણના આરોપો પર ઘણી ફિલ્મોમાં તેમની કો-એક્ટર રહી ચૂકેલી હિમાની શિવપુરીએ નિવેદન આપ્યુ છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંસ્કારી એક્ટર આલોકનાથ પર લાગેલા બળાત્કાર અને યૌન શોષણના આરોપો પર ઘણી ફિલ્મોમાં તેમની કો-એક્ટર રહી ચૂકેલી હિમાની શિવપુરીએ નિવેદન આપ્યુ છે. જાણીતી અભિનેત્રી હિમાની શિવપુરીએ કહ્યુ કે ઈન્ડસ્ટ્રીને આલોકનાથના શરાબી અને બેવડા વ્યક્તિત્વ વિશે હંમેશાથી ખબર હતી. શિવપુરીએ કહ્યુ કે આલોકનાથનો વ્યવહાર શરાબ પીધા બાદ એકદમ બદલાઈ જતો હતો.

ઝાંસીના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલી બોલિવુડ એક્ટર હિમાની શિવપુરીએ #MeToo વિશે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યુ કે આલોકનાથે એકવાર મારી સાથે પણ ખોટુ કરવાની કોશિશ કરી હતી. પરંતુ હું બૂમો પાડવા લાગી એટલા માટે તે સફળ થઈ શક્યા નહિ. તેમણે કહ્યુ કે હિમાની શિવપુરીએ કહ્યુ કે શરાબ પીધા બાદ તેમનુ વ્યક્તિત્વ એકદમ બદલાઈ જતુ હતુ. મે એક અભિનેત્રી પાસેથી સાંભળ્યુ છે કે આલોકનાથ સાથે કામ કરવુ તેમના માટે મુશ્કેલ હતુ. હિમાનીએ જણાવ્યુ કે તેમણે આલોકનાથનો ખરાબ વ્યવહાર એક ફ્લાઈટમાં જોયો હતો.
મૂળરીતે દેહરાદૂનની રહેવાસી હિમાની શિવપુરી આલોકનાથ સાથે ઘણી ફિલ્મો અને સીરિયલોમાં કામ કરી ચૂકી છે. ઝાંસીમાં આયોજિત એક ઈવેન્ટમાં પહોંચેલી હિમાનીને જ્યારે #MeToo અભિયાન વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યુ કે આલોકનાથ આમ તો સારા વ્યક્તિ છે પરંતુ શરાબ પીધા બાદ એક બીજા જ વ્યક્તિ બની જાય છે. મી ટુ અભિયાનની શરૂઆત ઘણી સારી છે કારણકે મહિલાઓ સાથે યૌન શોષણ દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં થાય છે. મી ટુની અસર હવે અમારી ઈન્ડસ્ટ્રીમાં સ્પષ્ટ જોઈ શકાય છે. અહીં સુભાષ કપૂર અને સાજિદ ખાન જેવા લોકોથી લઈને આમિર ખાન અને અક્ષય કુમારના નિવેદનોથી લાગી રહ્યુ છે કે કોઈ મોટો બદલાવ આવશે. હું કહુ છુ કે ચૂપ રહેવાથી સારુ છે કે ક્યારેક તો બોલવામાં આવે. આવી વાતો જ્યારે સામે આવશે તો પુરુષોના મનમાં ડર તો જાગશે કે અમે આવુ ના કરીએ નહિતર બદનામી થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
