Menstrual Leave: પીરિયડ્ઝમાં છુટ્ટીને લઈને આલિયા ભટ્ટે કહી આ મોટી વાત, બૉલિવુડ બ્યુટીઓએ કર્યા ખુલાસા
પીરિયડ લીવને લઈને ગ્લેમર વર્લ્ડની હસીનાઓએ ઘણા પ્રકારની વાતો કરી છે અને ઘણા ખુલાસા પણ કર્યા છે. આવો જાણીએ ચોંકાવનારી હકીકત.
Menstrual Leave: પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓની રજાઓ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બનેલી છે. પીરિયડ લીવનો હૉટ ટૉપિક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. હાલમાં જ સ્પેને મહિલાઓને પીરિયડની પીડામાં રજા આપવા માટે એક કાયદો પાસ કર્યો છે. આ યુરોપનો પહેલો દેશ છે જેણે પીરિયડ લીવને મંજૂરી આપી દીધી છે. આ રજાને લઈને આખી દુનિયામાં ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. અમુક લોકોનુ કહેવુ છે કે પીરિયડની પીડામાં કામ કરવાનુ મુશ્કેલ હોય છે માટે મહિલાઓને આ દરમિયાન રજા આપવી જોઈએ. જ્યારે અમુક લોકોનુ કહેવુ છે કે આનાથી મહિલાઓનુ કરિયર ઘણુ પ્રભાવિત થશે. હવે આ કડીમાં પીરિયડ લીવને લઈને ગ્લેમર વર્લ્ડની હસીનાઓએ પણ ઘણા પ્રકારની વાતો કરી છે અને ઘણા ખુલાસા પણ કર્યા છે.

આલિયા ભટ્ટ
બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પીરિયડ લીવ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. થોડા સમય પહેલા તેણે પીરિયડ્સ દરમિયાન કામ કરવામાં આવતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, શું આપણે એમ કહી રહ્યા છીએ કે આપણે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને રજા અથવા ઘરેથી કામ કરવાની મંજૂરી આપી શકતા નથી. મારો અભિપ્રાય છે કે આપણે આ પીડામાં આપણા શરીર સાથે લડી રહ્યા હોઈએ છીએ જેથી આપણે કહી શકીએ કે આપણે પુરુષો જેટલા સારા છીએ. આપણે સમાન છીએ પણ સરખા નથી. આલિયાએ સ્પષ્ટ કહ્યુ કે પીરિયડ્સના દર્દમાં કામ કરવુ ઘણુ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં મહિલાઓને એક કે બે દિવસની રજા આપી શકાય છે.

નુસરત જહાં
અભિનેત્રી અને સાંસદ નુસરત જહાં માને છે કે પીરિયડ લીવ આપવી એ સાચી દિશામાં એક પગલું છે. તેણે કહ્યુ કે મોટાભાગની મહિલાઓ આ વિષય પર વાત નથી કરતી કે તેમના માટે પીરિયડ્સનો દુખાવો કેટલો ભયંકર છે. નુસરતે કહ્યુ કે જ્યારે તમારા શરીરમાંથી લોહી નીકળતુ હોય ત્યારે ઘરમાં રહેવુ વધુ આરામદાયક હોય છે. પીરિયડ્સને કારણે મહિલાઓએ શરમ અનુભવવી જોઈએ નહીં કે પોતાનો આત્મવિશ્વાસ ઘટાડવો જોઈએ નહીં. આ સ્થિતિમાં નોકરી કરતી મહિલાઓએ આ રજા લેવામાં નબળાઈ અનુભવવી જોઈએ નહીં.

તાપસી પન્નૂ
બૉલિવુડ અભિનેત્રી તાપસી પન્નુએ પણ પીરિયડ લીવને લઈને ઘણી વાતો કહી છે. તાપસી પન્નુએ આ વિશે કહ્યુ હતુ, 'કાશ રુઢિવાદી જ ટેબુ વિષય હોત અને અમારા પીરિયડ્ઝ નહિ. કાશ શરીર પર આવતા રેશીસ ખતરનાક હોત અને ખુલ્લામાં આપણા પેડ લઈ જવા નહિ. કાશ પીરિયડ લીવ લેવી એ એક સામાન્ય બાબત હોત અને તેને માત્ર બે દિવસની સમસ્યા કહેવી નહિ. કાશ મને પીરિયડ્સ આવે છે એવુ કહેવુ સામાન્ય હોત અને એમ કહેવુ નહિ કે મારી તબિયત નથી સારી કે હું કોઈ કારણસર અસ્વસ્થ છુ.' તાપસી પન્નુ કહે છે કે આજે પણ મહિલાઓ પીરિયડ્સ વિશે ખુલીને કંઈપણ કહેતા શરમાતી હોય છે. તે તેના કંપની મેનેજરને પણ કહી શકતી નથી કે મારા પીરિયડ્સને કારણે પેટમાં દુખાવો થાય છે અને હું આજે કામ કરી શકતr નથી. આ સ્થિતિમાં રજા આપવી યોગ્ય રહેશે.

મીમી ચક્રવર્તી
અભિનેત્રી અને સાંસદ મીમી ચક્રવર્તીનુ કહેવુ છે કે દરેક મહિલા પીરિયડ્સ દરમિયાન અલગ-અલગ પ્રકારના દુખાવામાંથી પસાર થાય છે, તેથી આ ચર્ચા બધા માટે એક જ ગણી શકાય નહીં. એક ઈન્ટરવ્યુ દરમિયાન મિમી ચક્રવર્તીએ કહ્યુ હતુ કે મને લાગે છે કે પીરિયડ લીવનો વિકલ્પ આપવો તે એ વાત પ્રત્યે સંવેદનશીલ હોવા અને આદર આપવા સમાન છે કે દરેક સ્ત્રી તેના માસિક ચક્ર દરમિયાન અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. કેટલીક મહિલાઓને તે સમયે પેટમાં ખૂબ જ દુખાવો થાય છે તો કેટલાકમાં ચીડિયાપણુ રહે છે. આ સ્થિતિમાં કંપનીએ રજાનો વિકલ્પ આપવો જોઈએ.

રાઈમા સેન
અભિનેત્રી રાઈમા સેન ઘણીવાર મહિલા કેન્દ્રિત વિષયો પર વાત કરતી જોવા મળે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં રાઈમાએ પીરિયડ લીવ વિશે વાત કરી હતી. તેણે કહ્યુ કે દરેક મહિલાનુ શરીર અલગ હોય છે, તેથી તેનુ કમ્ફર્ટ લેવલ પણ અલગ હોઈ શકે છે. તેણે જણાવ્યુ કે કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટમાં તીવ્ર દુખાવો, મૂડ સ્વિંગ, શરીરમાં તીવ્ર ખંજવાળ આવે છે. કેટલીક મહિલાઓને કમરમાં તીવ્ર દુખાવો થાય છે જેના લીધે તેઓ ખુરશી પર બેસી પણ શકતા નથી. કેટલીક સ્ત્રીઓને આ પીડામાં તાવ પણ આવે છે. તેણે વધુમાં કહ્યુ કે, કંપનીએ એ દિવસોને સમજવુ જોઈએ જ્યારે મહિલાઓને પીરિયડ્સ હોય છે અને કામ પર આવી શકતી નથી. રાઈમાએ મહિલાઓને એમ પણ કહ્યુ હતુ કે આ દિવસોમાં તેમણે એ જ કામ કરવુ જોઈએ જે તેમને કરવુ ગમે છે.












Click it and Unblock the Notifications
