Pics/Trailer : ગ્રાન્ડ મસ્તીમાં ત્રણ હીરો સામે છ-છ હીરોઇનો!
મુંબઈ, 18 ઑગસ્ટ : મસ્તીની સિક્વલ ગ્રાન્ડ મસ્તીનું ટ્રેલર જેટલું મસ્ત છે, તેનાથી અંદાજો થઈ આવ્યો છે કે ફિલ્મ પણ મસ્ત હશ. ફિલ્મની ખાસ વાત એ છે કે ગ્રાન્ડ મસ્તીમાં મસ્તીના જ ત્રણે હીરો છે, પણ હીરોઇનો બદલાઈ ગઈ છે. ફિલ્મમાં મસ્તી બેવડી કરવા માટે ત્રણ હીરો સાથે છ-છહ હીરોઇનો રાખવામાં આવી છે. અમે આપની મુલાકાત કરાવીશું આ છ હીરોઇનો કે જેમના નામ છે મરિયમ ઝકરિયા, સોનાલી કુલકર્ણી, મંજરી ફડનીસ, કાયનાત અરોરા, બ્રૂના અબ્દુલ્લા તથા કરિશ્મા તન્ના.
આ તમામ હીરોઇનોનો પરિચય કરાવતા પહેલા આવો મળીએ ફિલ્મના વિલન પ્રદીપ રાવત સાથે. હા જી, આ એ જ પ્રદીપ રાવત છે કે જેમણે આમિર ખાન અભિનીત ગઝની ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી. ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં પ્રદીપ રાવત કૉલેજના પ્રિંસિપાલ તરીકે દેખાશે. ફિલ્મમાં તેમનું પાત્ર ખૂબ જ સખત છે. પ્રદીપ ફિલ્મમાં મુખ્ય વિલનનો રોલ ભજવી રહ્યાં છે. તેઓ છેલ્લે ગઝનીમાં દેખાયા હતાં.
ઇન્દ્ર કુમાર દિગ્દર્શિત ગ્રાન્ડ મસ્તીના નિર્માતા અશોક ઠકેરિયા છે. ગ્રાન્ડ મસ્તી 2004માં આવેલી મસ્તીની બીજી આવૃત્તિ છે. ફિલ્મમાં હીરો આફતાબ શિવદાસાણી, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરૉય છે અને તેમની સાથે છ અભિનેત્રીઓ છે. ફિલ્મ 13મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
આવો તસવીરો સાથે જાણીએ ગ્રાન્ડ મસ્તી અંગે વધુ વિગતો અને પછી માણીએ ટ્રેલર :

કાયનાત અરોરા
કાયનાત અરોરા દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીના પિતરાઈ બહેન છે. ગ્રાન્ડ મસ્તી તેમની પ્રથમ ફિલ્મ છે. તેઓ બહુ સારા ડાન્સર છે. બે ફિલ્મોમાં આયટમ સૉંગ કરી ચુક્યાં છે. મલયાલમ ફિલ્મોમાં મહત્વના રોલ કર્યા છે.

મરિયમ ઝકરિયા
ગ્રાન્ડ મસ્તીમાં મરિયમ ઝકરિયા રોઝ તરીકે દેખાશે. ઈરાની-સ્વિડિશ મૉડેલ તથા અભિનેત્રી મરિયમ અગાઉ તામિળ તથા તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેમણે પોતાના કૅરિયરની શરુઆત એક ડાન્સ ટીચર તથા કોરિયોગ્રાફર તરીકે કરી. પછી તેમણે બૉલીવુડમાં ડાન્સ સ્કૂલ ખોલી. સ્વાભાવિક છે કે ગ્રાન્ડ મસ્તીમાં તેમનો મસ્ત ડાન્સ જોવા મળશે. મરિયમ સેટવેટ, કોક તથા લેઝની જાહેરખબરોમાં પણ દેખાઈ ચુક્યાં છે. મરિયમે એજંટ વિનોદમાં મુજરો પણ કર્યો હતો.

સોનાલી કુલકર્ણી
સોનાલી કુલકર્ણી મરાઠી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેત્રી છે. તેમને અનેક બેસ્ટ એક્ટ્રેસના ઍવૉર્ડ્સ પણ મળ્યા છે. સોનાલી પુણેના છે અને તેમણે 2009માં મરાઠી ફિલ્મ નટારંગમાં બહેતરીન ભૂમિકા ભજવી હતી. કૉલેજકાળમાં તેમણે બ્યુટી કૉન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. ત્યારથી જ તેમને ફિલ્મોની ઑફર મળવાની શરુઆત થઈ ગઈ હતી.

મંજરી ફડનીસ
મંજરી ફડનીસ હિન્દી, તેલુગુ, તામિળ તથા કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. જાને તૂ યા ના જાને ફિલ્મ સાથે તેમને બૉલીવુડમાં ઓળખ મળી. મુંબઈ સાલસા ફ્લૉપ રહી, પણ તમામ દક્ષિણ ભારતીય ફિલ્મો હિટ રહી. ઓનિડા ટેલીવિઝન તથા જોકોમોનની જાહેરખબરમાં તેઓ દેખાઈ ચુક્યાં છે.

બ્રૂના અબ્દુલ્લા
બ્રૂના અબ્દુલ્લા બ્રાઝીલના અભિનેત્રી છે અને તેમણે આઈ હેટ લવ સ્ટોરીમાં સારૂ કામ કર્યુ હતું. તેમણે તામિળ ફિલ્મોમાં કામ કર્યું છે. બ્રૂના લૅકમે ફૅશન વીક, પેટા માટે ફૅશન વૉક કરતાં દેખાઈ ચુક્યાં છે, તો મૅરી ક્લેર તથા મૅક્ઝિમના કવર પેજે પણ આવી ચુક્યાં છે. તેમણે અક્ષય કુમારના ટીવી શો ખતરોં કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો.

કરિશ્મા તન્ના
ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સીરિયલમાં ઇંદૂ વીરાણીનો રોલ કરનાર કરિશ્મા તન્ના હવે ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં દેખા દેનાર છે. તેમને મોટા પડદે પ્રથમ મોટું બ્રેક મળ્યું છે.

ત્રણ હીરો
ગ્રાન્ડ મસ્તીમાં આફતાબ શિવદાસાણી, વિવેક ઓબેરૉય તથા રીતેશ દેશમુખ ત્રણ પતિઓનો રોલ કરી રહ્યાં છે જેઓ પોત-પોતાની પત્નીઓથી કંટાળી ગયાં છે.

પ્રદીપ વિલન
ગ્રાન્ડ મસ્તીમાં પ્રદીપ રાવત કૉલેજના પ્રિંસિપાલની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મમાં તેમનું પાત્ર ખૂબ જ કઠોર છે.
જુઓ ગ્રાન્ડ મસ્તીનું મસ્ત મસ્ત ટ્રેલર
જુઓ ગ્રાન્ડ મસ્તીનું મસ્ત મસ્ત ટ્રેલર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
