આ રહી બૉલીવુડની બ્રેન એન્ડ બ્યુટી બંગાળી બેબ્સ
કહેવાય છે કે બંગાળી બ્યુટી અને બ્રેન આગળ કોઈ ના ટકી શકે. બૉલીવુડમાં પણ કઈંક આવું જ છે. અહીં પણ બંગાળી અભિનેત્રીઓએ પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે. બૉલીવુડના ઇતિહાસમાં અત્યાર સુધી જેટલી પણ બહેતરીન એક્ટ્રેસિસ રહી છે, તેમાંથી મોટાભાગની બંગાળી બ્યુટીઝ રહી છે. પછી તે કોંકણા સેન હોય કે કાજોલ. આ બધી બંગાળી બાળાઓએ બાકીની અભિનેત્રીઓને હંમેશા પાછળ મુકી દીધી છે.
તો આવો, આજે આપની મુલાકાત કરાવીએ આવી જ કેટલીક બંગાળી બેબ્સ સાથે-

બિપાશા બાસુ
બંગાળી બાળાઓના નામ આવતાં જ સૌપ્રથમ જેનો ચહેરો નજરોની સામે ઉપસે, તે છે બિપાશા બાસુ. બૉલીવુડની ટાઇગ્રેસ તરીકે ઓળખાતી આ બાળાએ રાઝ ફિલ્મ સાથે ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવ્યો હતો. તે પછી જિસ્મમાં પણ બિપાશાએ ઘણી સફળતા મેળવી. ઇન્ડસ્ટ્રીના રફ એન ટફ બૉય જૉન અબ્રાહમ સાથે બિપાશા ઘણાં વર્ષો સુધી રિલેશનશિપમાં રહી અને છેલ્લા કેટલાંક વર્ષોમાં બંને વચ્ચે ઘણું બધું એવું થયું કે બંને એક-બીજાથી જુદા પડી ગયાં. તાજેતરમાં જ બિપાશાની ફિલ્મ રાઝ 3 રિલીઝ થઈ અને આ ફિલ્મ સાથે બિપાશાએ ફરી એક વાર પોતાની બોલ્ડનેસ દ્વારા બધાને ચોંકાવી નાંખ્યા છે.

રિમી સેન
કોલકાતામાં જન્મેલી રિમી સેને હંગામા ફિલ્મ સાથે બૉલીવુડમાં પોતાના સફળ કરિયરની શરુઆત કરી હતી અને તે પછી ધૂમ, ગરમ મસાલા જેવી ફિલ્મોમાં રિમી સેને નાના છતાં ઘણાં સારા રોલ કર્યાં. રિમી સેન બૉલીવુડમાં કઈંક ખાસ સફળ નથી રહી, પણ આમ છતાં રિમી અંગે બૉલીવુડમાં હંમેશા કઈંકને કઈંક નવી ચર્ચાઓ ચગતી રહે છે.

કોયના મિત્રા
કોયના મિત્રાએ સને 2002માં મૉડેલિંગ સાથે પોતાના કરિયરની શરુઆત કરી હતી. રામ ગોપાલ વર્માની રોડ અને મુસાફિર ફિલ્મોએ કોયનાને ઓળખાણ અપાવી. તેની સૌથી સફળ ફિલ્મો હતી એક ખિલાડી એક હસીના અને અપના સપના મની મની.

સુષ્મિતા સેન
બૉલીવુડની સૌથી સફળ બંગાલી બાળાઓમાં સુષ્મિતા સેન પ્રથમ ક્રમાંકે આવે છે. સૌંદર્યની સાથે-સાથે એક્ટિંગમાં પણ સુષ્મિતાને કોઈ માત ન આપી શકે. સુષ્મિતા સેને 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ હાસલ કર્યો અને તે પછી બૉલીવુડમાં ફિલ્મ દસ્તક સાથે એન્ટ્રી કરી. સુષ્મિતાએ અત્યાર સુધી મૈં હૂં ના, તુમકો ના ભૂલ પાયેંગે, મૈંને પ્યાર ક્યોં કિયા, બેવફા, જિંદગ રૉક્સ, નો પ્રોબ્લેમ, ફિઝા જેવી ઘણી સફળ ફિલ્મો કરી છે. ભલે સુષ્મિતાના ફિલ્મી કરિયરમાં બહુ વધારે સફળ ફિલ્મો ના હોય, પણ તે પોતાના નાનામાં નાના પાત્રમાં પણ પોતાની એક્ટિંગ વડે પ્રાણ પુરી દે છે.

નંદના સેન
બંગાળી બ્રેન અને બ્યુટીનું એક જીવતું દૃષ્ટાંત છે નંદના સેન. નંદના અમૃત્ય સેન અને નબાનિતા સેનના પુત્રી છે. એમ તો નંદનનો ફિલ્મી ગ્રાફ કઈંક વધારે ઊંચો નથી, પણ આમ છતાં તેના ભાગે અમિતાભ અને રાણી મુખર્જીની સુપરહિટ ફિલ્મ બ્લેક આવી હતી, જે નંદનાના કરિયર માટે એક સીમાચિહ્ન સાબિત થઈ.

તનુશ્રી દત્તા
આશિક બનાયા આપને દ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરનાર તનુશ્રી દત્તાએ પોતાની પ્રથમ જ ફિલ્મમાં પોતાના કપડાં ઉતારવામાં કોઈ પણ પ્રકારનો ખચકાટ ન અનુભવ્યો. તનુશ્રી દત્તાએ ઇમરાન હાશમી સાથે પોતાની પ્રથમ ફિલ્મ કરી હતી.

કોંકણા સેન
કોંકણા સેન શર્મા પત્રકાર મુકુલ શર્માની પુત્રી છે. આ બંગાળી બાળાની એક્ટિંગ સામે બૉલવુડની કોઈ પણ હીરોઇન ટકી શકે નહિં. કોંકણાએ ઘણી બધી હિટ બંગાળી ફિલ્મો કરી છે. તેમાં કોંકણાની એક્ટિંગ પ્રતિભા ઉપર બધા આફરીન થયા હતાં. તે બાદ બૉલીવુડમાં કોંકણાએ મિસ્ટર એન્ડ મિસિઝ અય્યર, પેજ 3, ઓમકારા, ટ્રાફિક સિગ્નલ, લાઇફ ઇન એ મેટ્રો જેવી ઘણી સુંદર ફિલ્મો કરી છે.

કાજોલ
કાજોલ બૉલવુડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. કાજોલ અને શાહરુખની જોડી બૉલવુડની અત્યાર સુધીની સૌથી હિટ અને રોમેન્ટિક જોડી ગણાય છે. અત્યાર સુધી કાજોલને ઑન સ્ક્રીન માત્ર શાહરુખ સાથે જ પસંદ કરાઈ છે. કુછ કુછ હોતા હ, બાઝીગર, કભી ખુશી કભી ગમ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી ઘણી હિટ ફિલ્મો આ જોડીએ આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
