"હું 14 વર્ષની હતી, ડિરેક્ટરે મારી જાંઘ પર હાથ રાખ્યો અને કહ્યું..."
"હું 14 વર્ષની હતી, ડિરેક્ટરે મારી જાંઘ પર હાથ રાખ્યો અને.."
નવી દિલ્હીઃ અભિનેત્રી શમા સિકંદરે પોતાની સાથે થયેલ યૌન શોષણનો ખુલાસો કર્યો છે. ફિલ્મો અને ટીવીમાં કામ કરી ચૂકેલ શમાએ #MeToo કેમ્પેઈન અંતર્ગત પોતાની સાથે થયેલ શોષણનો ખુલાસો કર્યો છે. શમાએ જણાવ્યું કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે એક નિર્દેશકે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જણાવી દઈએ કે મી ટૂ કેમ્પેઈન અંતર્ગત અત્યાર સુધીમાં કેટલીય એક્ટ્રેસ અને પત્રકારોએ પોતાની સાથે થયેલ અત્યાચારો વિશે ખુલ્લીને વાત કરી છે.

જાંઘ પર હાથ રાખ્યો
ટીવી શો યે મેરી લાઈફ હૈ ફેમ શમાએ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે તે એ સમયે 14 વર્ષની હતી તથા ફિલ્મ અને ટીવીમાં આવવાની કોશિશ કરી રહી હતી. શમા કહે છે કે મોટાં-મોટાં સપનાં લઈને મુંબઈ આવી હતી પણ ડિરેક્ટરે મારી સાથે જે કર્યું તે ચોંકાવનાર હતું. એક ડિરેક્ટરે મારી જાંઘ પર ખોટા ઈરાદે પોતાનો હાથ ફેરવવા લાગ્યો, મેં વિરોધ કર્યો તો પોતાનો હાથ હટાવી લીધો અને કહ્યું કે આવી રીતે તું કંઈ નહિ બની શકે.

ડિરેક્ટરે કહ્યું- આ બધું કરવું પડશે
શમાએ જણાવ્યું કે મેં જ્યારે ડિરેક્ટરનો વિરોધ કર્યો તો તેણે કહ્યું કે તને શું લાગે છે કે આ બધા વિના તું સ્ટાર બની જઈશ? એક્ટર અને પ્રોડ્યૂસર સાથે પણ સમજૂતી કરવી પડશે. ડિરેક્ટરે કહ્યું કે આ બધું કરવું પડશે.

આલોકનાથ પર બોલી શમા
શમા સિકંદરને આલોકનાથ પર લાગેલા રેપ પરના આરોપ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે જરૂરી નથી કે પડદા પર સંસ્કારી દેખાતા લોકો રિયલ લાઈફમાં પણ તેવા જ હોય. કેટલીય વાર તેઓ પોતાની ઓનસ્ક્રીન ઈમેજથી તદ્દન અલગ હોય છે. શમાએ યે મેરી લાઈફ, સેવન, બાલવીર, જેવાં કેટકાંક સિરિયલમાં કામ કર્યું છે. ફિલ્મ પ્રેમ અગન, મન, અંશ, ધૂમ ધડાકામાં પણ શમા જોવા મળી હતી.

તનુશ્રીએ લગાવેલ આરોપો બાદ #MeToo કેમ્પેઈને જોર પકડ્યું
તાજેતરમાં તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપો લગાવ્યા બાદ ભારતમાં મી ટૂ કેમ્પેઈન તેજ થયું. તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર જાતિય સતમાણીના આરોપો લગાવ્યા હતા. તનુશ્રીએ કહ્યું હતું કે નાના પાટેકરે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને કહીને ગીતમાં ઈન્ટીમેટ સ્ટેપ્સ રખાવ્યા હતા. તનુશ્રીનો આરોપ છે કે જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો નાનાએ સેટ પર જ એને ધક્કો માર્યો અને ગુંડાઓને બોલાવી લીધા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
