મરાઠી ફિલ્મ નિર્માતાએ કર્યો અભિનેત્રી સાથે રેપ, ધરપકડ

અભિનેત્રીનો આરોપ છે કે નિર્માતા રમેશ સિંહે તેમને પોતાના ગેસ્ટ હાઉસે પોતાની ફિલ્મની વાર્તા સંભળાવવા માટે બોલાવ્યા હતાં, પરંતુ ત્યાં તેમણે તેમની ઉપર બળાત્કાર ગુજાર્યો. લાજ લુંટાયા બાદ અભિનેત્રીએ પોતાની આપવીતી મુંબઈ પોલીસ સમક્ષ વ્યક્ત કરી. પોલીસે તરત હરકતમાં આવી રમેશ સિંહની બળાત્કારના આરોપમાં ધરપકડ કરી અને અભિનેત્રીને તબીબી તપાસ માટે મોકલી આપી છે.
અભિનેત્રીનું કહેવું છે કે તેઓ ફિલ્મ અંગે લાંબા સમયથી રમેશ સિંહના સમ્પર્કમાં હતાં. રમેશ સિંહે તેમને પોતાની ફિલ્મમાં લીડ રોલ આપવાનો વાયદો કર્યો હતો. અભિનેત્રી પુણે નિવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વખતથી કામના સિલસિલામાં મુંબઈમાં રહે છે. રમેશ સિંહ સાથે તેમની મુલાકાત એક મધ્યસ્થી દ્વારા થઈ હતી.
નોંધનીય છે કે ઘણાં વખતથી માયાનગરી મુંબઈ આ પ્રકારના આરોપો સહન કરતી રહી છે. ક્યાકે આવા આરોપ સાચા નિકળ્યાં, તો ક્યારેક તથ્યહીન પણ. પરંતુ આ બાબત સાબિત કરવા માટે ઘણી છે કે ગ્લૅમર તેમજ પૈસાની દુનિયાની પાછળ એક કાળા અંધકારનો સત્ય પણ છે કે જે ખૂબ ભયાનક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
