મનોજ બાજપેયીનો મોટો ખુલાસો, આત્મહત્યા કરવાની તૈયારીમાં હતા

જાણીતા અભિનેતા મનોજ વાજપેયીએ જણાવ્યુ છે કે કરિયરના શરૂઆતના દિવસોમાં તે બહુ વધુ માનસિક તણાવમાંથી પસાર થયા અને ત્યાં સુધી કે તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા.

જાણીતા અભિનેતા મનોજ વાજપેયીએ જણાવ્યુ છે કે કરિયરના શરૂઆતના દિવસોમાં તે બહુ વધુ માનસિક તણાવમાંથી પસાર થયા અને ત્યાં સુધી કે તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા. હ્યુમન્સ ઑફ બૉમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ કહ્યુ કે હું આત્મહત્યા કરવાની નજીક જ પહોંચી ગયો હતો એટલા માટે મારી સાથે દોસ્ત સૂતા હતા કે ક્યાંક હું કોઈ ખોટુ પગલુ ના ભરી લઉ. મનોજને બિહારથી પોતાના દિલ્લી આવવા અને પછી મુંબઈ જવાની પોતાની સફર પર પણ વાત કરી છે.

એનએસડી માટે ત્રણ વાર રિજેક્ટ થયો

એનએસડી માટે ત્રણ વાર રિજેક્ટ થયો

મનોજ બાજપેયીએ જણાવ્યુ કે, '9 વર્ષની ઉંમરે મને અહેસાસ થઈ ગયો કે એક્ટિંગ જ મારી મંઝિલ છે. આ સપનુ લઈને 17 વર્ષની ઉંમરમાં દિલ્લી યુનિવર્સિટી આવી ગયો. મે એનએસડીમાં અપ્લાય કર્યુ પરંતુ હું ત્રણ વાર રિજેક્ટ થયો. ગામમાં મને લોકોએ નક્કામો જાહેર કરી ચૂક્યા હતા. હું આત્મહત્યા કરવાની તૈયારીમાં હતો. મારા દોસ્ત મારી પાસે સૂતા હતા અને મને એકલો નહોતો છોડતા. જ્યાં સુધી હું સ્થાપિત ન થઈ ગયો તે મને મોટિવેટ કરતા રહ્યા.'

મારી સામે જ ફોટો ફાડી દીધો

મારી સામે જ ફોટો ફાડી દીધો

મનોજ જણાવે છે કે એ વર્ષે હું એક ચાની દુકાન પર હતો જ્યારે તિગ્માંશુ પોતાના સ્કૂટર પર મને મળવા આવ્યા. શેખર કપૂર મને બેંડિંટ ક્વીનમાં લેવા ઈચ્છતા હતા. અહીંથી મુંબઈ આવી ગયા. મુંબઈમાં શરૂઆત ઘણી મુશ્કેલ રહી. હું એક ચાલમાં 5 દોસ્તો સાથે રહેતો હતો અને કામની શોધ કરતો હતો પરંતુ કામ નહોતુ મળતુ. એક વાર એક આસિસટન્ટ ડાયરેક્ટરે મારી સામે મારો ફોટો ફાડી દીધો. મે એક જ દિવસમાં 3 પ્રોજેક્ટ્સ ગુમાવ્યા હતા. મને મારા પહેલા શૉટ બાદ એ પણ કહેવામાં આવ્યુ હતુ કે તમે અહીંથી નીકળી જાવ. આ બહુ પરેશાન કરનારુ હતુ.

વડાપાંવ પણ મોંઘુ લાગતુ હતુ

વડાપાંવ પણ મોંઘુ લાગતુ હતુ

બાજપેયી સંઘર્ષના દિવસોને યાદ કરીને જણાવે છે કે આ દરમિયાન હું ભાડા માટે પૈસા કરવા માટે સંઘર્ષ કરતો રહ્યો અને ઘણી વાર તો મને વડાપાંવ પણ મોંઘુ લાગતુ હતુ. ચાર વર્ષોના સંઘર્ષ બાદ મને મહેશની ટીવી સીરિઝમાં રોલ મળ્યો. મને દરેક એપિસોડના 1500 રૂપિયા મળતા હતા, આ મારો પહેલો સ્થાયી પગાર હતો. અહીંથી મારા કામને ઓળખવામાં આવ્યુ અને મને થોડા સમય બાદ સત્યામાં કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ અવૉર્ડ પણ મળ્યા. ત્યારબાદ મે મારુ પહેલુ ઘર ખરીદ્યુ અને મને લાગ્યુ કે હું અહીં રોકાઈ શકુ છે. હાલમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કર્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિપ્રેશન અને નેપોટિઝમ પર ઘણી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન મનોજે પોતાની વાત જણાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X