મનોજ બાજપેયીના પિતાનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયીના પિતા રાધાકાંત બાજપેયી (RK બાજપેયી) નું 83 વર્ષની વયે નિધન થયું છે. 83 વર્ષીય રાધાકાંત બાજપાઈની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
નવી દિલ્હી : ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયીના પિતા રાધાકાંત બાજપેયી (RK બાજપેયી) નું 83 વર્ષની વયે નિધન થયું છે. 83 વર્ષીય રાધાકાંત બાજપાઈની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આરકે બાજપેયી છેલ્લા બે અઠવાડિયાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત લથડી રહી હતી.

મનોજ બાજપેયીના એક નજીકના મિત્રએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. મિત્રએ લખ્યું કે, "વડીલ ભાઈ અને બોલિવૂડ સુપરસ્ટાર મનોજ બાજપેયી ભૈયાના પિતાનું આજે દિલ્હીમાં નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી રહી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.
बड़े भाई और बॉलीवुड के सुपरस्टार @BajpayeeManoj भैया के पिताजी का आज दिल्ली में स्वर्गवास हो गया। पिछले कुछ दिनों से उनकी तबियत खराब थी और सेहत में लगातार गिरावट आ रही थी। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे। ॐ शांति
— Shailendra Pratap (@Spratapofficial) October 3, 2021
બે સપ્તાહ પહેલા મનોજ બાજપેયી કેરળમાં હતા, ત્યારે તેમને તેમના પિતાની તબિયત વિશે ખબર પડી હતી. પિતાની બીમારીની માહિતી મળ્યા બાદ મનોજ કેરળમાં પોતાની ફિલ્મનું શૂટિંગ છોડી દિલ્હી પહોંચ્યો હતો.
મનોજ બાજયાયીના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, મનોજના પિતાની હાલત ગંભીર છે. પિતાની તબિયત વિશે જાણ્યા બાદ મનોજ પોતાના પરિવાર સાથે રહેવા દિલ્હી પહોંચ્યો હતો. તે કેરળમાં તેના પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો. મનોજ તેના પિતાની ખૂબ નજીક છે અને તેના પિતાએ અનેક પ્રસંગોએ તૈયાર કરેલા ભોજનની પ્રશંસા કરી છે.
ઉલ્લેખનીય છે કે, મનોજનો જન્મ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેટૈયા નગર પાસેના એક નાના ગામ બેલવામાં થયો હતો. મનોજે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્કૂલિંગ કર્યું છે. જે બાદમાં તે અભિનેતા બનવાનું સપનું પૂરું કરવા મુંબઈ આવી ગયો હતો. 52 વર્ષીય મનોજ બાજપેયી હાલમાં તેમના ઘણા OTT શોમાં કામ કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
