કોઈનાની મંદસૌર કેસને ધાર્મિક રંગ આપવાની કોશિશ, ગૌહરનો વળતો જવાબ
મધ્યપ્રદેશના મંદસૌરમાં સાત વર્ષની બાળકી સાથે થયેલ ગેંગરેપે આખા દેશને ખળભળાવી દીધો છે. બાળકીને ન્યાય અપાવવા માટે જ્યાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યા ઈન્ટરનેટ પર તેને ધાર્મિક રંગ આપવામાં આવી રહ્યો છે
મધ્યપ્રદેશના મંદસૌરમાં સાત વર્ષની બાળકી સાથે થયેલ ગેંગરેપે આખા દેશને ખળભળાવી દીધો છે. બાળકીને ન્યાય અપાવવા માટે જ્યાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યા ઈન્ટરનેટ પર તેને ધાર્મિક રંગ આપવામાં આવી રહ્યો છે. દેશભરમા બાળકી સાથે રેપ કરનારા ગુનેગારોને આકરામાં આકરી સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ બોલિવુડ એક્ટ્રેસ કોઈના મિત્રા આ મામલે અલગ જ રંગ આપી રહી છે. કોઈના મિત્રાએ ટ્વિટર પર આ રેપ કેસને ધાર્મિક રંગ આપવાની કોશિશ કરતા ગૌહરખાને તેને જડબાતોડ જવાબ આપ્યો છે.

કોઈના મિત્રાએ બળાત્કારને આપ્યો ધાર્મિક રંગ
ઘણી બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી કોઈના મિત્રાએ મંદસૌર રેપ કેસ પર શરમજનક વાત કરી છે. કોઈનાએ આ મામલાને ધાર્મિક રંગ આપતા ટ્વિટ કર્યુ કે, "કેન્ડલ માર્ચ કરનારા લોકોએ પોતાની મિણબત્તીઓ પાછી મૂકી દીધી છે. તેમને ખબર પડી ગઈ છે કે અહીં પીડિતા હિંદુ અને બળાત્કારી જેહાદી છે. તેમને પોતાના મનગમતા વિરોધ પર શરમ આવવી જોઈએ." આ સાથે જ કોઈનાએ મંદસૌર રેપ કેસના આરોપીનો ફોટો પણ શેર કર્યો.

ગૌહર ખાને આપ્યો જડબાતોડ જવાબ
કોઈનાના આ શરમજનક નિવેદન પર અભિનેત્રી ગૌહર ખાને જડબાતોડ જવાબ આપ્યો છે. ગૌહરે ટ્વિટ કરીને કહ્યુ, "કોઈના! ખબર નહોતી કે તારી અંદર મુસલમાનો માટે આટલી નફરત છે. એક મુસલમાન જે આટલો જધન્ય અપરાધ કરે છે તે એક જેહાદી છે અને એક હિંદુ આવુ કરે તો તે માત્ર એક હિંદુ છે. ભયાનક! પરંતુ હું ખુશ છુ કે મુસ્લિમ અધિકારીઓએ અપરાધિઓ માટે માર્ચ તો નથી કરી."

સાત વર્ષની બાળકી સાથે જધન્ય અપરાધ
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા મંદસૌરમાં એક સાત વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. બાળકીની સાથે 20 વર્ષના ઈરફાન ખાન નામના એક મજૂરે રેપ કર્યો. બાળકીનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરોનું કહેવુ છે કે બાળકી સાથે ગેંગ રેપ કરાયા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ રૉડ કે લાકડીની સ્ટીક જેવું કંઈક નાખવામાં આવ્યુ હતુ. રેપ બાદ ધારદાર હથિયારથી બાળકીની હત્યા કરવાની પણ કોશિશ કરવામાં આવી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
