Mamta Kulkarni : વિવાદોથી ભરેલી છે મહામંડલેશ્વર બનેલી મમતા કુલકર્ણીની લાઈફ, જાણો મોટા વિવાદ
Mamta Kulkarni Controversies : બોલિવૂડની એક જમાનાની સુપર હિટ અભિનેત્રી મમતા કુલકર્ણીએ ફિલ્મી દુનિયા છોડીને સન્યાસ લીધો છે.
જણાવી દઈએ કે, મમતા કુલકર્ણીની લાઈફ વિવાદોનું ઘર રહી છે. અંડરવર્લ્ડથી લઈને ડ્રગ્સ રેકેટ સુધી મમતાનું નામ જોડાઈ ચુક્યુ છે.

મેગેઝિનના કવર માટે ટોપલેસ ફોટોશૂટ
1993માં મમતા કુલકર્ણીએ સ્ટારડસ્ટ મેગેઝિનના કવર પેજ પર ટોપલેસ પોઝ આપીને હંગામો મચાવી દીધો હતો. વિવાદ વધતા ફોટોશૂટ માટે મમતાએ માંફી પણ માંગવી પડી હતી. આ સમયે આ મેગેઝિનની કિંમત 20 રૂપિયા હતી, પરંતુ તે 100 રૂપિયા સુધી વેચાયુ હતું.
અંડરવર્લ્ડ કનેક્શન
1999 માં આવેલી ફિલ્મ ચાઇના ગેટ સાથે જોડાયેલા એક મોટા વિવાદને કારણે મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ સાથે જોડાયુ હતું. મમતાએ રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં ગીતમાં ખાસ ભૂમિકા ભજવી હતી. સંતોષીએ મમતાને સાઇન કરી પરંતુ કાસ્ટિંગથી તે અસંતુષ્ટ હતા તો મમતાને ફિલ્મથી દુર કરી દીધી.
આ પછી સંતોષીને અંડરવર્લ્ડ ડોન છોટા રાજન તરફથી ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા અને મમતાને ફિલ્મમાં રાખવા માટે તેના પર દબાણ કરવામાં આવ્યુ હતુ.
રાજકુમાર સંતોષી પર કાસ્ટિંગ કાઉચનો આરોપ
ફિલ્મ ચાઇના ગેટની નિષ્ફળતા બાદ મમતા કુલકર્ણીએ દિગ્દર્શક રાજકુમાર સંતોષી પર ગંભીર આરોપો લગાવ્યા. મમતાએ દાવો કર્યો હતો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજકુમારે તેને સમાધાન કરવા કહ્યું. ના પાડી ત્યારે રાજકુમારે બદલો લેવા માટે ફિલ્મમાંથી તેના ઘણા દ્રશ્યો કાઢી નાખ્યા. આ વિવાદને કારણે મમતાના કરિયરને ઘણો ધક્કો લાગ્યો.
છોટા રાજન સાથે સંબંધ
મમતા કુલકર્ણી અને અંડરવર્લ્ડ ડોન છોટા રાજન વચ્ચેના અફેર ખુબ ચર્ચામાં રહ્યું. બંનેએ ક્યારેય પોતાના સંબંધો જાહેર કર્યા નથી પરંતુ છોટા રાજનની ધમકીઓને કારણે મમતાને ફિલ્મો મળવાથી તેમના નજીકના સંબંધોનો અંદાજ લાગ્યો હતો.
છોટા રાજન દેશ છોડીને ભાગી ગયો પછી તેની ગેરહાજરીમાં વિક્કી ગોસ્વામીએ તેનું કામ સંભાળ્યું અને મમતાનું નામ વિક્કી સાથે જોડાયુ. છોટા રાજનના ગયા પછી મમતાને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું.
૨૦૦૦ કરોડના ડ્રગ રેકેટના આરોપ
2016માં મમતા કુલકર્ણી અને તેના કથિત પતિ વિક્કી ગોસ્વામીનું નામ 2 હજાર કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં સામે આવ્યું હતું. આરોપ હતો કે બંને કેન્યામાં ડ્રગ રેકેટ ચલાવી રહ્યા હતા. આ કેસમાં તેનું નામ સામે આવ્યા પછી તેની શોધ શરૂ કરવામાં આવી પરંતુ તે ફરાર થઈ ગયા.
2016 માં થાણેની એક ખાસ કોર્ટે બંનેને ભાગેડુ જાહેર કર્યા હતા. 2017 માં મમતાની મુંબઈમાં મિલકત પણ જપ્ત કરવામાં આવી હતી. તાજેતરમાં મમતા કુલકર્ણીએ સોશિયલ મીડિયા પર ભારત પાછા ફરવાની જાહેરાત કરી હતી. જો કે, તે કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ મહાકુંભ 2025નો ભાગ બનવા માટે દેશમાં પરત ફરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
