મલયાલમ અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ - બાબૂરાજે એ રાતે મારી જે કર્યુ...
Malayalam Actor Baburaj: હાલના દિવસોમાં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હેડલાઈન્સમાં છે. મલયાલમ અભિનેતા અને નિર્માતા બાબુરાજ પર એક જુનિયર મહિલા કલાકાર દ્વારા યૌન શોષણનો આરોપ છે. જે બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઉભો થયો છે.
જુનિયર મહિલા કલાકારનો આરોપ છે કે આ ઘટના બાબુરાજના અલુવાવાળા ઘરે બની હતી, જ્યાં તેને ફિલ્મમાં રોલ આપવા અંગે ચર્ચા કરવાના બહાને બોલાવવામાં આવી હતી. મહિલા કલાકારના કહેવા પ્રમાણે, જ્યારે તે બાબુરાજના ઘરે પહોંચી તો તેણે જોયું કે ત્યાં માત્ર બાબુરાજ અને તેનો આસિસ્ટન્ટ જ હાજર હતા.

મહિલા કલાકારના જણાવ્યા અનુસાર, અભિનેતા બાબુરાજે તેને કહ્યું હતું કે દિગ્દર્શક, સ્ક્રિપ્ટ રાઈટર અને પ્રોડક્શન કંટ્રોલર પણ ઘરે હાજર રહેશે. તેના નિવેદનમાં તે ભયાનક ઘટનાનું વર્ણન કરતા અભિનેત્રીએ દાવો કર્યો છે કે બાદમાં બાબુરાજ તે રૂમમાં પ્રવેશ્યો જ્યાં તે બેઠી હતી.
મહિલા અભિનેત્રીના જણાવ્યા અનુસાર, અભિનેતાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેની સાથે યૌન શોષણ કર્યું હતું. અભિનેત્રીએ કહ્યું- જ્યારે હું તેના ઘરે પહોંચી તો ત્યાં માત્ર બાબુરાજ અને તેનો આસિસ્ટન્ટ હતા. તેણે મને આરામ કરવા માટે એક રુમ આપ્યો, જોકે થોડી વાર પછી તેણે દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો તેણે રૂમમાં પ્રવેશીને દરવાજો બંધ કરી દીધો.
અભિનેત્રીએ આગળ કહ્યું- અભિનેતા બાબુરાજે મારા માટે કેટલાક અપશબ્દોનો ઉપયોગ કર્યો અને મારા પર તૂટી પડ્યો અને મારી સાથે યૌન શોષણ કર્યું. ત્યારે મેં કોઈને ફરિયાદ નહોતી કરી કારણ કે તે પ્રખ્યાત અભિનેતા છે અને મને કોઈનો સાથ મળ્યો નથી.
મહિલા અભિનેત્રીએ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારનું શોષણ થતું રહે છે. ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને વારંવાર પૂછવામાં આવે છે કે શું તેઓ રોલ મેળવવા માટે સમાધાન કરવા તૈયાર છે કે નહીં. મહિલા અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે ડરના કારણે તેણે બાબુરાજ વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી નથી.
મહિલા અભિનેત્રીનું માનવું છે કે આવી ઘટનાઓનો ભોગ બનેલી મહિલાઓને કોઈ સમર્થન કરતું નથી. જો કે, તેણે આ બાબતે કોચીના ડીસીપી સાથે વાત કરી હતી, જેમણે તેને ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. પરંતુ તેમ છતાં તેણે કંઈ કર્યું નહીં.
અભિનેતા અને નિર્માતા બાબુરાજે આ તમામ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તે કહે છે કે તેણે એવું કંઈ કર્યું નથી. તે હવે આ મહિલા અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરશે. અભિનેતાનું કહેવું છે કે તેને બદનામ કરવા માટે આવું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટમાં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની અસુરક્ષાને લઈને ઘણી બાબતો સામે આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
