શૉર્ટ ડ્રેસ પહેરીને હાઈ હીલ્સમાં નીકળી મલાઈકા અરોરા, બેલેન્સ બગડ્યુ, જુઓ Oops મોમેન્ટ Video

હાઈ હીલ્સના કારણે મલાઈકા પડતા-પડતા બચી ગઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાનો દરેક લુક તેના ફેન્સને દીવાના બનાવે છે. તેનો લગભગ દરેક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ કારણે જ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના ગ્લેમરસ લુક માટે ખૂબ જ મહેનત કરે છે. મલાઈકા અરોરાના લુકમાં તેની હાઈ હીલ્સ પણ તેના અપીયરન્સમાં ચાર ચાંદ લગાવે છે. મલાઈકા અરોરાને હાઈ હીલ્સનો ખૂબ શોખ છે પરંતુ હાલમાં જ આ હીલ્સ મલાઈકા માટે મુશ્કેલીનુ કારણ બની ગઈ. હાઈ હીલ્સના કારણે મલાઈકા પડતા-પડતા બચી ગઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

શૉર્ટ ડ્રેસ અને હાઈ હીલ્સમાં જોવા મળી મલાઈકા

શૉર્ટ ડ્રેસ અને હાઈ હીલ્સમાં જોવા મળી મલાઈકા

મલાઈકા અરોરા હાલમાં જ ક્રિસમસ સેલિબ્રેશન માટે પોતાની બેસ્ટ ફ્રેન્ડ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના ઘરે પહોંચી હતી જ્યાં પાર્કિંગમાં કારમાંથી ઉતરતી વખતે તે આ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ. મલાઈકાની પાક્કી દોસ્ત કરિશ્માના ઘરે પાર્ટી કરવા જ્યારે પહોંચી ત્યારે તે શૉર્ટ ડ્રેસ અને હાઈ હીલ્સમાં જોવા મળી.

હાઈ હીલ્સમાં માંડ-માંડ બચી મલાઈકા અરોરા

હાઈ હીલ્સમાં માંડ-માંડ બચી મલાઈકા અરોરા

મલાઈકા જેવી કારમાંથી નીચે ઉતરી, હાઈ હીલ્સમાં તેનુ સંતુલન બગડી ગયુ અને તે માંડ-માંડ બચી ગઈ. જો કે, આ દરમિયાન તેની સાથે બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર પણ હતા પરંતુ મલાઈકાથી થોડો દૂર હતો. જેના કારણે તે પણ તેને હેન્ડલ કરી શક્યો નહિ પરંતુ મલાઈકા ડગમગાતા જ કોઈ બીજાએ મલાઈકાનો હાથ પકડી લીધો અને તરત અભિનેત્રીને સંભાળી લીધી.

ઉપ્સ મોમેન્ટને ઘણી સમજદારીથી મલાઈકાએ કરી હેન્ડલ

ઉપ્સ મોમેન્ટને ઘણી સમજદારીથી મલાઈકાએ કરી હેન્ડલ

આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તમે જોઈ શકો છે કે આ દરમિયાન મલાઈકા અરોરાએ ઉપ્સ મોમેન્ટને ઘણી સમજદારીથી હેન્ડલ કરી છે. જો કે સ્થિતિ સંભાળી લીધા બાદ મલાઈકા પાપારાઝીને પોઝ આપીને નીકળી ગઈ. આવુ બહુ ઓછી વાર બને છે. વીડિયો સોશિયલ મીડિયા પર જોયા બાદ મલાઈકાને લોકો જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

મલાઈકાએ ગ્રીન ડીપ નેક બ્રાલેટ પહેર્યુ હતુ

મલાઈકાએ ગ્રીન ડીપ નેક બ્રાલેટ પહેર્યુ હતુ

જો કે કરીના કપૂર ખાનની પાર્ટીમાં મલાઈકા અરોરા પણ ખૂબ જ હૉટ અંદાજમાં પોતાના બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે પહોંચી હતી. મલાઈકાએ ગ્રીન કલરનુ ડીપ નેક બ્રાલેટ પહેર્યુ હતુ અને તેને ગ્રીન શૉર્ટ્સ સાથે પેર કર્યુ હતુ. તેણે પોતાના આઉટફિટને પૂરુ કરવા માટે લીલા રંગનુ જેકેટ પણ પહેર્યુ હતુ અને ગળામાં હેવી નેકલેસ અને પગમાં મલાઈકાએ હાઈ હીલ્સ પહેરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X