મે ખુદને અલગ કરી લીધી, અર્જુન કપૂર સાથે બ્રેક અપના સમાચારો પર બોલી મલાઈકા અરોરા, શું સાચેમાં તૂટી ગયા રિલેશન?
Malaika-Arjun Breakup Rumors: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી વાતો ચાલી રહી છે કે મલાઈકાએ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે. જો કે અભિનેત્રીએ હવે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
હાલમાં જ અર્જુન કપૂરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. પરંતુ અભિનેતાની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા જોવા મળી ન હતી અને ન તો અભિનેત્રીએ અર્જુન માટે કોઈ પોસ્ટ શેર કરી હતી, જેના પછી ચાહકોએ માની લીધું હતું કે તેમનું બ્રેકઅપ કન્ફર્મ થઈ ગયું છે.

હવે મલાઈકાએ બ્રેકઅપના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. હેલો મેગેઝિન સાથે વાત કરતી વખતે અભિનેત્રીએ રિલેશનશિપ અને ટ્રોલિંગ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, મેં મારી આસપાસ કોઈક રીતે એક ઢાલ બનાવી છે જ્યાંથી હું હવે નકારાત્મકતાને આવવા દેતી નથી. મેં મારી જાતને તેનાથી દૂર કરી દીધી છે. પછી તે લોકો હોય, કામનું વાતાવરણ હોય, સોશિયલ મીડિયા હોય કે ટ્રોલ હોય.
મલાઈકા અરોરાએ આગળ કહ્યું, 'પહેલાં આ બધી બાબતો મને ખૂબ જ પરેશાન કરતી હતી અને આવી પરિસ્થિતિઓમાં હું સૂઈ શકતી નહોતી. જો હું કહું કે આ બધી બાબતોથી મને કોઈ ફરક નથી પડતો, તો તે ખોટુ ગણાશે. હું પણ માણસ છું અને તેથી હું રડીશ, તૂટી પડીશ અને ટ્રોલ થવા સાથે જોડાયેલી તમામ લાગણીઓનો સામનો કરીશ. પરંતુ તમે તેને જાહેરમાં ક્યારેય નહિ જોયુ હોય.'
જ્યારે મલાઈકા અરોરાને પ્રેમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું, 'હું ખૂબ જ રોમેન્ટિક છું. હું ક્યારેય પણ સાચો પ્રેમ છોડી દેવાનું વિચારીશ નહીં. હું એક ટિપિકલ સ્કૉર્પિયો રાશિ છું તેથી હું મારા પ્રેમ માટે અંત સુધી લડીશ. પરંતુ હું ખૂબ રિયાલિસ્ટીક પણ છું અને મને ખબર છે કે લાઈન ક્યાં દોરવાની છે.
ગયા મહિને, અર્જુન અને મલાઈકા વચ્ચે બ્રેકઅપની અફવાઓ ત્યારે ફેલાઈ હતી જ્યારે એક સ્ત્રોતે પિંકવિલાને કહ્યું હતું કે તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. પરંતુ બાદમાં મલાઈકાના મેનેજરે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા કહ્યું કે આ માત્ર અફવા છે અને તેઓએ બ્રેકઅપ કર્યું નથી. 26 જૂને અર્જુન કપૂરના જન્મદિવસે હાજરી ન આપ્યા બાદ ફરી એકવાર કપલના બ્રેકઅપની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
