મલાઈકા અરોરાએ ફોટા ખેંચનારા ફોટોગ્રાફર્સને કર્યો ઈશારો, જુઓ વીડિયો
મલાઈકા અરોરાનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તેમના ફોટા અને વીડિયો હંમેશાથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકા ઉપરાંત અમુક ફોટોગ્રાફર્સ પણ દેખાઈ રહ્યા છે જે મલાઈકાના ફોટા લઈ રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાયછે કે જ્યારે ફોટોગ્રાફર્સ મલાઈનો ફોટો લે છે, તો તે તેમની તરફ પાછળ જોઈને માસ્ક પહેરવાનો ઈશારો કરે છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો વધતો જઈ રહ્યો છે. આના ભારતમાં 80થી વધુ કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે અત્યાર સુધી બે લોકોનો મોત પણ થઈ ગયા છે. મલાઈકાનો આ વીડિયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાના આ વીડિયોને બોલિવુડપેપ નામના ઈન્સ્ટાગ્રામ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તે જિમના કપડામાં જોવા મળી રહી છે અને ઝડપથી ચાલી રહી છે. આ પહેલા પણ તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જે છવાઈ ગયો છે. આ વીડિયોમાં તે પોતાના બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે દેખાઈ રહી છે. વીડિયોમાં બંને એકબીજાનો હાથ પકડેલા દેખાઈ રહ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા અત્યારે સોની ટીવી પર આવતા ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસર શોને જજ કરી રહી છે. આ શોમાં તેની સાથે ટેરેન્સ લુઈસ અને કોરિયાગ્રાફર ગીતા કપૂર પણ જજ છે. આ ઉપરાંત મલાઈકા અરોરા એમટીવી પર આવતા ઈન્ડિયાઝ બેસ્ટ સુપર મૉડલ શોને જજ કરી રહી હતી. પોતાના કામ ઉપરાંત મલાઈકા પોતાના ફોટા અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે.
View this post on Instagram#malaikaarora snapped at divayoga today #viralbhayani @viralbhayani
A post shared by Bollywood Pap (@bollywoodpap) on












Click it and Unblock the Notifications
