બહેન અમૃતાની પાર્ટીમાં અર્જુન કપૂર સાથે પહોંચી મલાઈકા અરોરા, ફોટો વાયરલ
હાલમાં જ મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર એક સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા. અહીં અર્જૂન કપૂર મલાઈકા માટે કારનો દરવાજો ખોલતો જોવા મળ્યો હતો.
આ દિવસોમાં બોલિવૂડની મોસ્ટ પોલ્યુલર લવ સ્ટોરી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરની ખુબ ચર્ચાઓ છે. બન્ને ઘણી વખત બિંદાસ્ત અંદાજમાં કેમેરામાં કેદ થાય છે. મલાઈકા અને અર્જૂન એકબીજાના હાથમાં હાથ નાંખીને પાર્ટીઓમાં પહોંચે છે. હાલમાં જ મલાઈકા અને અર્જૂન કપૂર અમૃતા અરોરાની બર્થડે પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. હવે અહીંથી આ કપલ વાયરલ થઈ રહ્યું છે.

મલાઈકા અને અર્જૂન કપૂર સાથે પાર્ટીમાં પહોંચ્યા
હાલમાં જ મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર અમૃતા અરોરાની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યા હતા. અહીંથી બન્નેના ફોટો વીડિયો-સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મલાઈકા અને અર્જુન કરીના કપૂર ખાનના ઘરની બહાર કેમેરામાં કેદ થયા હતા.

અર્જૂન કારનો દરવાજો ખોલતો જોવા મળ્યો
વાયરલ ફોટોમાં અર્જૂન કપૂર મલાઈકા માટે કારનો દરવાજો ખોલતો પણ જોવા મળી રહ્યો છે. અહીં મલાઈકા કેમેરા સાથે હાથ હલાવીને અભિવાદન કરતી જોવા મળે છે. હવે બન્નેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મલાઈકાને ટ્રોલ કરી
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરને એકસાથે જોયા યુઝર મલાઈકાને આંડી સંબોધી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આન્ટીએ પોતાના હીરોને પણ અંકલ બનાવી દીધા છે. અન્ય એક યુઝરે લખ્યુ કે, બન્ને ક્યારેય લગ્ન નહીં કરે. ફક્ત ટાઇમપાસ ચાલી રહ્યો છે. અહીં યુઝરે બન્નેને માતા-પુત્ર બનાવી દીધા હતા.

ઉર્ફી જાવેદ સાથે સરખામણી કરી
કેટલાક લોકો મલાઈકાના ડ્રેસની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. કેટલાક યુઝરે મલાઈકાની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી અને લખ્યુ કે, આજકાલ મલાઈકા અરોરા ઉર્ફી જાવેદને ફોલો કરી રહી છે. એક યુઝરે લખ્યું કે, મલાઈકાજીએ ઉર્ફીનું ટોપ પહેર્યું છે. જો કે ઘણા ફેન્સ પ્રેમ પર વરસાવી રહ્યા છે.
બન્ને લીન ઈનમાં સાથે રહે છે
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ હજુ સુધી લગ્નની કોઈ જાહેરાત કરી નથી. અરબાઝ ખાનથી છૂટાછેડા બાદ મલાઈકા અરોરા ઉમરમાં નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને લિવ-ઈનમાં પણ રહે છે. જો કે બંનેએ ક્યારેય આ વાત સ્વીકારી નથી, બંને ઘણીવાર સાથે જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
