બ્રેક અપની અફવાઓ વચ્ચે મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર નીકળ્યા રોમેન્ટીક ડેટ પર, વીડિયો વાયરલ
Arjun Malaika Breakup Rumours: બૉલિવુડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હંમેશા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. બંનેમાંથી કોઈ પણ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં શરમાતા નથી. બંને દરરોજ એકબીજા સાથે ફોટો અને વીડિયો શેર કરતા રહે છે.
પરંતુ તાજેતરમાં સમાચાર આવ્યા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે અને મલાઈકાએ અર્જુનના પરિવારને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધો છે. હવે આ કપલે તેમના બ્રેકઅપના સમાચારને ફગાવી દીધા છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધોને લઈને વિવિધ પ્રકારની વાતો સતત થઈ રહી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અર્જુન અને મલાઈકાનું હવે બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ હાલમાં જ બંન્ને વરસાદની સિઝનમાં લંચ ડેટ પર સાથે જોવા મળ્યા હતા. જે બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે મલાઈકા અને અર્જુન હજુ પણ રિલેશનશિપમાં છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરને રવિવારે મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર પાપારાઝીએ સાથે જોવામાં આવ્યા હતા. આ દરમિયાન બંને કંઈ બોલ્યા નહીં અને સીધા કાર પાસે જતા રહ્યા. જ્યાં મલાઈકા વ્હાઇટ કોલર શોર્ટ ડ્રેસ અને વ્હાઇટ શૂઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે તેના બૉયફ્રેન્ડ અર્જૂન કપૂરે બ્લેક જીન્સ અને ગ્રે-વ્હાઈટ સ્નીકર્સ સાથે ગ્રે ટી-શર્ટ પહેર્યું હતું.
કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંનેને આ રીતે એકસાથે જોઈને ફેન્સ પણ સતત રિએક્શન આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું, 'વાહ બંનેનું બ્રેકઅપ નથી થયું'. તે જ સમયે, અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, 'બંનેને સાથે જોઈને આનંદ થયો'. બંન્નેના આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે બધુ બરાબર છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ વર્ષ 2021માં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. કપલ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વીડિયો અને ફોટો શેર કરતા રહે છે. હજુ સુધી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે બ્રેકઅપની અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
