Pics : ગૅંગસ્ટર તરીકે કમબૅક કરશે પરદેસ ગર્લ ગંગા!
મુંબઈ, 3 ઑગસ્ટ : સુભાષ ઘઈના શોધ મહિમા ચૌધરી લગ્ન કર્યા અને મમ્મી બન્યા બાદ પુનઃ એક વાર બૉલીવુડમાં કમબૅક કરી રહ્યાં છે. તેમની કમબૅક ફિલ્મ એક રીયલ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મ બૉલીવુડ અભિનેત્રી અર્ચના શર્મા ઉપર આધારિત છે. અર્ચના દેવ આનંદના અભિનેત્રી હતાં કે જેઓ એક હીરોઇનમાંથી ગૅંગસ્ટર બની જાય છે.
બૉલીવુડમાં અર્ચના શર્મા બહુ ઓછા લોકો જ જાણે છે. આ ફિલ્મને એસ એસ હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈના આધારે રૂપેરી પડદે ચરિતાર્થ કરાશે. ફિલ્મનું નામ મુંબઈ ધ ગૅંગસ્ટર રાખવામાં આવશે અને મહિમા ચૌધરી તેમાં લીડ રોલમાં હશે. ફિલ્મનું નિર્માણ શશિરંજન કરી રહ્યાં છે. ફિલ્મ માટે મહિમાએ 8-10 કિલો વજન વધાર્યું છે. હીરો રાહુલ દેવ હશે કે જેઓ ગૅંગસ્ટર બબલૂ શ્રીવાસ્તવનો રોલ કરશે. ઉપરાંત લાંબા સમય બાદ સુધાંસુ પાન્ડે તથા ગોવિંદ નામદેવ પણ નજરે પડશે.
નોંધનીય છે કે બૉલીવુડમાં શાહરુખ ખાન સાથે પરદેસ દ્વારા પ્રવેશ કરનાર મહિમા ચૌધરી 2008થી પડદા ઉપરથી ગાયબ છે. સુભાષ ઘઈએ આ ફિલ્મ બનાવી હતી કે જેઓ મોટાભાગે પોતાની ફિલ્મોમાં એમ નામાક્ષર ધરાવતી અભિનેત્રીઓને લૉન્ચ કરવા માટે જાણીતા છે. તેઓ આગામી ફિલ્મ કાંચીમાં પણ મિષ્ટી નામની અભિનેત્રીને લૉન્ચ કરી રહ્યાં છે. ( વાંચો : સુભાષ ઘઈનું એમ કનેક્શન)
મહિમા છેલ્લી વાર ગુમનામમાં દેખાયા હતાં. જોકે મહિમા ચૌધરી પોતે બૉલીવુડમાં કમબૅક તરીકે નથી માનતાં. તેઓ કહે છે કે તેઓ બૉલીવુડથી ક્યારેય દૂર થયા જ નહિં, પણ સારી ભૂમિકાઓની રાહ જોતા હતાં કે જે હવે મળી છે.

મહિમા બન્યાં ગૅંગસ્ટર
સુભાષ ઘઈના શોધ પરદેસ ગર્લ મહિમા ચૌધરી મુંબઈ ધ ગૅંગસ્ટર નામની ફિલ્મ અંગે ચર્ચામાં છે. તેઓ ફિલ્મમાં ગૅંગસ્ટરની ભૂમિકા ભજવી રહ્યાં છે.

અર્ચના શર્માની વાર્તા
મુંબઈ ધ ગૅંગસ્ટર અર્ચના શર્માની વાર્તા છે કે જેઓ દેવ આનંદના અભિનેત્રી રહ્યા હતાં. અર્ચના શર્મા એક હીરોઇનમાંથી ગૅંગસ્ટર બની જાય છે.

નવલથા પર આધારિત ફિલ્મ
આ ફિલ્મને એસ એસ હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈના આધારે રૂપેરી પડદે ચરિતાર્થ કરાશે.

જાડા ગઈ ગયાં મહિમા
ગૅંગસ્ટરનો રોલ કરવા માટે મહિમાએ લગભગ 8થી 10 કિલો વજન વધાર્યું છે. મહિમા ફિલ્મમાં એક્શન પણ કરશે.

મહિમાની આશાઓ
પોતાની પ્રથમ ઇનિંગમાં ખાસ કમાલ ન કરી શકનાર મહિમાને મુંબઈ ધ ગૅંગસ્ટર પાસેથી ઘણી આશાઓ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
