Pics : મેરે હાથ ઍરેસ્ટ હોને વાલે કભી બેલ નહીં માંગતે!
મુંબઈ, 24 ઑગસ્ટ : મેરે હાથ ઍરેસ્ટ હોને વાલે કભી બેલ નહીં માંગતે.... જો જો રખે ચૂકતા. આવું અમે નથી કહી રહ્યાં. આ તો મોના ડાર્લિંગ કહી રહ્યાં છે. ઝંજીર ફિલ્મમાં મોનાનો રોલ કરી રહેલા માહી ગિલ કંઈક આવો જ ડાયલૉગ ફિલ્મમાં કહી રહ્યાં છે. ફિલ્મના નવા લૉન્ચ કરાયેલા પોસ્ટરને જોઈને તો એવું જ લાગે છે કે માહીએ આ ફિલ્મમાં દમદાર પાત્રની સાથે જ દમદાર અભિનય કર્યું હશે.
દેવ ડી ફૅમ અભિનેત્રી માહી ગિલ એક પછી એક ફિલ્મોમાં પોતાની બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કરતાં જઈ રહ્યાં છે. દેવ ડીથી લઈ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ જેવી ફિલ્મોમાં જુદી-જુદી ભૂમિકાઓ ભજવનાર માહી હવે પછી ઝંજીરમાં મોના ડાર્લિંગનો રોલ કરી રહ્યાં છે, તો ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં તેઓ એક શરાબીના રોલમાં નજરે પડશે.
ગૅંગ ઑફ ઘોસ્ટ્સ સાથે સંકળાયેલ એક સૂત્રે જણાવ્યું - માહી એક પ્રૉમિનેંટ રોલમાં દેખાશે. તેઓ ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં શરાબની લતે ચડેલા એક અભિનેત્રીનો રોલ કરી રહ્યાં છે. તેમણે સાચે જ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે. ફિલ્મનું સિત્તેર ટકા શૂટિંગ સૂરત ખાતે થઈ ગયું છે અને પહેલી વખત માહી ગિલ આ ફિલ્મમાં કૉમેડી કરવાની પણ કોશિશ કરી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ માહી ગિલ વિશે વધુ વિગતો :

માહીનો હૉટ રૂપ
ઝંજીરમાં માહી મોના ડાર્લિંગના રોલમાં ખૂબ જ હૉટ અને સુંદર નજરે પડનાર છે. આ રોલ માટે માહી ખૂબ જ ઉત્સાહિત છે.

માહીનો ખાસ રોલ
દેવ ડી, પાન સિંહ તોમર તથા સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર જેવી ફિલ્મોમાં પરમ્પરાગત અને દેસી ભૂમિકાઓ કરનાર માહી માટે આ ફિલ્મ અનેક કારણોથી ખાસ છે.

સ્વિમસૂટમાં માહી
ઝંજીરમાં માહીએ જોરદાર અંગ પ્રદર્શન કર્યું છે. ફિલ્મમાં તેમણે અનેક સ્થાને સ્વિમસૂટ પહેર્યું છે.

બિંદુના સ્થાને
મૂળ ઝંજીરમાં મોના ડાર્લિંગનો રોલ બિંદુએ કર્યો હતો કે જે બહુ જ લોકપ્રિય થયો હતો. તે જ રોલ માહી કરી રહ્યાં છે.

સપ્ટેમ્બરેમાં રિલીઝ
હૉટ સીન અને એક્શનથી ભરપૂર ઝંજીર ફિલ્મ 6ઠી સપ્ટેમ્બરે રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
