Birthday: કરોડોમાં છે બૉલિવુડ ડાયરેક્ટર મહેશ ભટ્ટની સંપત્તિ, વાર્ષિક કમાણી જાણીને ચોંકી જશો
મહેશ ભટ્ટ લાંબા સમયથી ફિલ્મો સાથે જોડાયેલા છે અને આજે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. અહીં જાણો તેમની સંપત્તિની વિગત.
મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર મહેશ ભટ્ટ અવારનવાર વિવાદોમાં ઘેરાયેલા જોવા મળે છે. જો કે લોકો તેમની ફિલ્મોને પણ ખૂબ પસંદ કરે છે. ફિલ્મમેકર મહેશ ભટ્ટ તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ઘણીવાર લોકોમાં ચર્ચાનો વિષય બને છે. આજે મહેશ ભટ્ટનો 74મો જન્મદિવસ છે. સપનાની નગરી મુંબઈમાં જન્મેલા મહેશ ભટ્ટે પોતાના ફિલ્મી કરિયરમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે જેમાં 'અર્થ', 'સારાંશ', 'જાનમ', 'નામ', 'સડક', 'જખ્મ'નો સમાવેશ થાય છે. મહેશ ભટ્ટ લાંબા સમયથી ફિલ્મો સાથે જોડાયેલા છે અને આજે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે.

આટલા કરોડની છે સંપત્તિ
Cakewallage.comના રિપોર્ટ અનુસાર મહેશ ભટ્ટની કુલ સંપત્તિ લગભગ 350 કરોડ રૂપિયા છે. વર્ષ 2021માં તેમની કુલ સંપત્તિ 48 મિલિયન ડૉલર હોવાનુ કહેવાય છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમેકર મહેશ ભટ્ટ એક મહિનામાં 3 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે જ્યારે તેમની વાર્ષિક કમાણી 40 કરોડ રૂપિયાની આસપાસ છે.

નવી મુંબઈમાં છે આલીશાન ઘર
બૉલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ નવી મુંબઈમાં રહે છે. તેમની પાસે નવી મુંબઈમાં આલીશાન ઘર છે. તેમણે આ ઘર વર્ષ 2012માં ખરીદ્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘરની કિંમત લગભગ 6.5 કરોડ રૂપિયા છે. આ સાથે તે મુંબઈમાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના માલિક પણ છે.

મોંઘી ગાડીઓનો શોખ
મળતી માહિતી મુજબ મહેશ ભટ્ટને મોંઘા અને શાહી વાહનોનો ઘણો શોખ છે. તે ઘરની બહાર નીકળતાની સાથે જ ક્લાસિક વાહનોમાં મુસાફરી કરવાનુ પસંદ કરે છે. મહેશ ભટ્ટ પાસે BMW, Range Rover, Mercedes Benz અને અનેક મોંઘા વાહનો છે.

મોંઘા ડાયરેક્ટર
મહેશ ભટ્ટનુ નામ બૉલિવુડના સૌથી મોંઘા નિર્દેશકોમાંથી એક છે. મહેશ ભટ્ટ માત્ર દિગ્દર્શક જ નથી પણ લેખક, નિર્માતા, વાર્તાકાર અને ટીવી હોસ્ટ પણ છે. જ્યારે મહેશ ભટ્ટ 26 વર્ષના હતા ત્યારે તેમણે 'મંઝિલેં ઓર ભી હે' નામની પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તે પછી તેમણે એકથી વધુ પ્રખ્યાત ફિલ્મો કરી છે.

ઘણી ટીવી સીરિયલોનુ પણ કર્યુ નિર્દેશન
મહેશ ભટ્ટની ફિલ્મ 'સારાંશ' ઑસ્કારમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી. ફિલ્મને ભલે એવોર્ડ ન મળ્યો પરંતુ લોકોનો આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો. વળી, મહેશ ભટ્ટે સ્વાભિમાન અને કભી કભી જેવી ટીવી સિરિયલોનુ નિર્દેશન પણ કર્યુ છે. આ સાથે તેમણે પ્રથમ અંગ્રેજી ટીવી શ્રેણી માઉથફુલ ઑફ સ્કાયનુ પણ નિર્દેશન કર્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
