Mahesh Babu: સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂની દીકરીએ મેળવી મોટી ઉપલબ્ધિ, પિતાએ વ્યક્ત કરી ખુશી
Mahesh Babu's daughter sitara: સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી પોતાના ફેન્સ સાથે શેર કરી છે. આ ખુશી પાછળનું કારણ છે મહેશ બાબુની 11 વર્ષની દીકરી સિતારા, જેણે નાની ઉંમરમાં જ ન્યૂયૉર્કના ટાઈમ્સ સ્કવેર બિલબોર્ડ પર મૉડલ તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે.
સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ તેમની ફિલ્મોને તેના ચાહકો તરફથી મળતા અપાર પ્રેમ માટે ઘણીવાર ચર્ચામાં રહે છે. જો કે, આ વખતે અભિનેતા એક અલગ કારણસર ગર્વ અનુભવી રહ્યા છે. અભિનેતાના આ ગૌરવનું કારણ તેમની પુત્રી સિતારા છે.

સુપર સ્ટાર મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની વ્હાલી દીકરી સિતારાએ માત્ર 11 વર્ષની ઉંમરે એ પરાક્રમ કરી બતાવ્યું, જે કરવાની ક્ષમતા દરેકમાં નથી હોતી. સિતારા ટાઇમ્સ સ્ક્વેરમાં દેખાનાર પ્રથમ સ્ટારકીડ બની ગઈ છે.
મહેશ બાબુ ખૂબ જ ખુશી અને ગર્વ અનુભવી રહ્યા છે કારણ કે તેમની પુત્રી સિતારાએ એક એવુ કામ કરી બતાવ્યુ છે જે તેમણે ટૉલીવુડ હીરો તરીકેની તેમની 24 વર્ષની લાંબી કારકિર્દીમાં નથી કર્યુ. 11 વર્ષીય સ્ટાર પહેલેથી જ એક મોડેલ છે અને જ્વેલરી બ્રાન્ડનો ચહેરો છે.
આ બ્રાન્ડે 4 જુલાઈના રોજ પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર સ્ટાર કિડ દર્શાવતી તેમની જાહેરાત ચલાવી હતી. આ જોઈને મહેશ પોતાની જાતને રોકી ન શક્યા અને પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી. બિલબોર્ડની તસવીર શેર કરતા, ટૉલીવુડ સુપરસ્ટારે કેપ્શનમાં લખ્યું, 'ટાઈમ્સ સ્ક્વેરને રોશન કરો!! મને તારા પર ગર્વ છે. મારી ફાયર ક્રેકર. આ રીતે ચમકતી રહે.
ચાહકો સહિત સ્ટાર્સ પણ અભિનેતાની પોસ્ટ પર ટિપ્પણી કરીને સિતારાને તેની સિદ્ધિ બદલ અભિનંદન આપતા જોવા મળે છે. સિતારા સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય સ્ટારકિડ્સમાંથી એક છે. કામની સાથે સિતારા હૈદરાબાદથી પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કરી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
