રિતિક સાથે હશે માધુરીનું આઇટમ નંબર!
બૉલીવુડ ડાસિંગ ક્વીન માધુરી દીક્ષિતે પડદા પર પોતાના ડાન્સની મદદથી જોરદાર પુનરાગમન કર્યું છે. વર્ષ 2013ની બ્લૉક બ્લાસ્ટર ફિલ્મ યે જવાની હૈ દિવાની...માં માધુરીએ રણબીર કપૂર સાથે એવો પોતાનો ઘાઘરો ધૂમાવ્યો કે લોકો તેને જોઇને પાગલ બની ગયા અને આ વાત ફરી એકવાર સાબિત થઇ ગઇ છે કે 46 વર્ષીય માધુરી દીક્ષિતના ડાન્સમાં આજે પણ જેટલી કશિશ છે એટલી કોઇપણ અભિનેત્રીમાં નથી.
એટલા માટે ફરી એકવાર માધુરીના આઇટમ નંબરની માંગ શરૂ થઇ ગઇ છે. મળતા સમાચાર મુજબ કરણ જોહર પ્રોડક્શનની આગામી ફિલ્મ શુદ્ધિમાં માધુરીનું એક આઇટમ નંબર હોઇ શકે છે, તે પણ ડાન્સિંગ સ્ટાર રિતિક રોશન સાથે. જો આમ થાય છે તો ખરેખરમાં આ સિને દર્શકો માટે ઘણી અનોખી અને સુખદ વાત હશે કે પડદા પર એક નહી પરંતુ બે ડાન્સિંગ આઇકન જોવા મળશે.

અંગત માહિતી ધરાવનાર લોકોનું કહેવું છે કે માધુરી રિતિક સાથે ડાન્સ કરવા માટે તૈયાર થઇ જશે કારણ કે ફિલ્મના નિર્માતા કરણ જોહર છે. જેમની સાથે માધુરી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા ઝા..ને જજ કરી ચૂકી છે. યે જવાની હૈ દિવાની... પણ માધુરીએ કરણના કહેવાથી સાઇન કરી હતી કારણ કે આ ફિલ્મના નિર્માતા પણ કરણ જોહર જ હતા. આમપણ માધુરી માટે રિતિકના પપ્પા રાકેશ રોશન સાથે ઘણા સારા સંબંધ રહ્યાં છે, બંનેએ સાથે ઘણું કામ કર્યું છે અને સિને દર્શકોને ઘણી સારી ફિલ્મો આપી છે.
જવા દો જે પણ હોય જોઇએ હવે શું થાય છે? અત્રે ઉલ્લેખનીય છે કે 'શુદ્ધિ'માં રિતિક અને કરીના લીડ રોડમાં છે. રિતિક અને કરીનાએ 12 વર્ષ પહેલાં કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મ સુપરહિટ હતી જો કે ત્યારબાદ બંનેની સાથે, મુજસે દોસ્તી કરોગે અને વર્ષ 2003માં બડજાત્યાની ફિલ્મ મે પ્રેમ કી દિવાની હૂં...માં સાથે કામ કર્યું હતું પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી. ફિલ્મના નિર્દેશક અગ્નિપથ ફિલ્મવાળા કરણ મલ્હોત્રા છે. ફિલ્મ પુર્નજન્મની કહાની પર આધારિત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
