Box Office: ધોનીએ બોલીવૂડના બાઝીગરને પછાડ્યો
સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ એમ એસ ધોનીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ધોનીના નામમાં જ તેવો કંઇક જાદુ છે કે જ્યાં જાય છે હિટ થઇ જાય છે. ફિલ્મની રિલિઝ પહેલા દર્શકોનો આ ફિલ્મને લઇને ઉત્સાહ જણાવતો હતો કે ફિલ્મ સુપર ડૂપર હિટ જશે જ. અને તેના કલેક્શન પણ આ વાત સાબિત કરી દીધી.
શુક્રવારે રિલિઝ થયેલી આ ફિલ્મ પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 21.50 કરોડનું કલેક્શન કર્યું છે. નોંધનીય છે કે આ કલેક્શન આ વર્ષે રિલિઝ થયેલી શાહરૂખ ખાન અને અક્ષય કુમાર ફિલ્મ કરતા પણ વધારે છે. આમ સુશાંત રાજપૂતે ધોની બનીને બોલીવૂડના બાઝીગર તેવા શાહરૂખ ખાનને પણ માત આપી છે. ત્યારે જાણો આ વર્ષમાંકંઇ ફિલ્મો અત્યાર સુધીમાં સારું પ્રદર્શન કર્યું છે. અને એમએસધોની કંઇ ફિલ્મથી કેટલી આગળ કે પાછળ છે વાંચો...

સુલ્તાન
જો કે આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ અત્યાર સુધી સલમાન ખાને આપી છે. તેમની ફિલ્મ સુલતાને ઓપનિંગ ડે પર 36.54 કરોડની કમાણી કરી હતી. અને આ ફિલ્મ અત્યાર સુધી રેકોર્ડ બેક્રિંગ સાબિત થઇ છે.

એમ એસ ધોની
તે બાદ આ વર્ષની ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરવામાં બીજા ક્રમે આવે છે સુશાંત રાજપૂતની ફિલ્મ એમ. એમ. ધોની. જેણે 21.50 કરોડની કમાણી કરી છે. નોંધનીય છે કે ટ્રેડ એનાલિસ્ટોએ પણ આ ફિલ્મ પાસેથી 12-14 કરોડની આશા રાખી હતી. પણ તે લોકો પણ તેની આટલી સારી ઓપનિંગ જોઇને આશ્ચર્યચકિત છે.

ફેન
તે પછી ત્રીજા નંબર છે શાહરૂખ ખાન. ફેન ફિલ્મે ઓપનિંગ ડે પર 19.20 કરોડનું કલેક્શન ક્યું હતું.

હાઉસફુલ 3
હાઉસફુલ 3માં ત્રણ હિરો અને ત્રણ હિરોઇન અને સુપર કોમડીએ ભેગા મળીને ઓપનિંગ ડે પર 15.21 કરોડની કમાણી કરી હતી. અને આમ કરીને તે આ વર્ષની ચોથી સૌથી વધુ ઓપનિંગ ડે પર કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.

રુસ્તમ
આમ જોવા જઇએ તો સુશાંતની ધોનીએ અક્ષણ કુમારને પણ પછાડ્યો છે. નોંધનીય છે કે અક્ષય કુમારની રુસ્તમે ઓપનિંગ ડે પર 14.11 કરોડની કમાણી કરી હતી.

એરલિફ્ટ
વર્ષની શરૂઆતમાં આવેલી અને આવવાની સાથે જ હિટ સાબિત થયેલી અક્ષય કુમારની ફિલ્મ આ લિસ્ટમાં 6 નંબરે છે. આ ફિલ્મનું ઓપનિંગ હતું 12.35 કરોડ રૂપિયા.

બાગી
ત્યારે બધા મોટા હિરોને સાઇડમાં મૂકીને ટાઇગર શ્રોફની ફિલ્મ બાગીએ 11.87 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અને આવી એન્ટ્રી કોઇ પણ નવોદિત સ્ટાર માટે ખરેખરમાં સારા સમાચાર કહેવાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
