ઝૂઠ બોલે કૌવા કાટે...ના ગીતકાર વિટ્ઠલ પટેલનું નિધન
સાગર, 7 સપ્ટેમ્બર : ફિલ્મ બૉબીનું લોકપ્રિય ગીત ઝૂઠ બોલે કૌવા કાટે... ગીત તો બધાને યાદ જ હશે. આ ગીત પડદા ઉપર ગાઈને જાણીતા થયેલા ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયા તો હિટ થઈ ગયા હતાં, પરંતુ પડદા પાછળ રહીને આ ગીતની રચના કરનાર ગીતકારને બહુ ઓછો લોકો જાણતા હતાં. શનિવારે જ્યારે તેમનું નિધન થયું, ત્યારે લોકોને ખબર પડી કે આ ગીત લખનાર ગીતકાર વિટ્ઠલભાઈ પટેલ હતાં.

ગીતકાર વિટ્ઠલભાઈ પટેલ કોંગ્રેસના નેતા પણ હતાં. તેઓનું લાંબી માંદગી બાદ શનિવારે મધ્ય પ્રદેશના બુંદેલખંડ ખાતે આવેલ સાગર જિલ્લામાં નિધન થઈ ગયું. તેઓ 78 વર્ષના હતાં. ફિલ્મોમાં ગીત લખનાર વિટ્ઠલભાઈનો સંબંધ સાગર સાથે રહ્યો છે. તેમનું લખેલું બૉબી ફિલ્મનું ગીત ઝૂઠ બોલે કૌવા કાટે... ખૂબ જ લોકપ્રિય થયુ હતું આ ગીતે તેમને સમગ્ર દેશમાં ઓળખ અપાવી હતી. તેમણે 30 કરતાં વધુ ફિલ્મોમાં ગીતો લખ્યાં. તેમને અનેક સન્માનોથી સન્માનિત પણ કરાયાં.
વિટ્ઠલભાઈ પટેલ છેલ્લા કેટલાંક સમયથી માંદા હતાં. તેમનું શનિવારના રોજ એક ખાનગી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. બૉબી એ જ ફિલ્મ હતી કે જેણે ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાને બૉલીવુડમાં સ્થાપિત કરી હતી અને આ ફિલ્મની સફળતામાં ઝૂઠ બોલે કૌવા કાટે... ગીતનો સૌથી મહત્વનો ફાળો હતો.












Click it and Unblock the Notifications
